તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ઉ.ગુ.માં વાદળછાયા વાતાવરણના કારણે દિવસ અને રાતનું તાપમાન 1.5 ડિગ્રી ઘટ્યું

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદની આશા ફરી બંધાઈ | બંગાળની ખાડીના લો-પ્રેશર સિસ્ટમના કારણે આગામી 72 કલાક બાદ ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાશે

ઉત્તર ગુજરાતમાં ગુરૂવારે વરસાદના વિરામ વચ્ચે વાદળછાયા વાતાવરણના કારણે દિવસ અને રાતના તાપમાનમાં 1.5 ડિગ્રી સુધીનો ઘાટાડો નોંધાયો હતો. બીજી બાજુ બંગાળી ખાડીમાં અાજે લો-પ્રેશર સિસ્ટમ રચાઇ શકે છે. જેને લઇ 72 કલાક બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે. ત્રણેક દિવસનો અા રાઉન્ડ ઉત્તર ગુજરાતના સંકટમાં અાવેલા પાકને જીવતદાન અાપનારો રહેશે.

ઉત્તર ગુજરાતમાં દિવસભર વાદળછાયા વાતાવરણના કારણે દિવસ અને રાતના તાપમાન 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જેમાં મુખ્ય 5 શહેરોનું દિવસનું તાપમાન 33.3 થી 33.8 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. તેમજ રાતનું તાપમાન 25 ડિગ્રીની અાસપાસ નોંધાયું હતું. જેના કારણે ગરમી અને ઉકળાટથી થોડી રાહત મળી હતી.

વેધર અેક્સપર્ટના જણાવ્યા અનુસાર, અાંધ્રપ્રદેશ અને તમીલનાડુ નજીકની બંગાળની ખાડીમાં શુક્રવારે લો-પ્રેશર સિસ્ટમ રચાઇ શકે છે. 24 થી 48 કલાક બાદ અા લો-પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ભારત તરફ અાગળ વધશે. જો અા સિસ્ટમ અનુકુળ રહેશે તો ટ્રફ લાઇન દેશના પૂર્વોત્તર વિસ્તારમાંથી ખસીને મધ્ય ભારત પર અાવશે. જેના કારણે તા.30 અોગસ્ટ થી 1 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતમાં હળવા થી મધ્ય વરસાદ વરસી શકે છે.જિલ્લામાં હાલમાં વરસાદની ઘટ છે.

અન્ય સમાચારો પણ છે...