વરણી:ઉંઝા ઉમિયાધામના નવા પ્રમુખ તરીકે દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલની વરણી

મહેસાણા24 દિવસ પહેલા
  • ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠકમાં સર્વસંમતિથી લેવાયો નિર્ણય
  • ઊંઝા ઉમિયાધામ કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા છે

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આજે ઉમિયાધામ માતાજી ટ્રસ્ટના નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. ઉમિયાધામના નવા પ્રમુખ તરીકે દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

આજે બપોરે બે કલાકે ઊંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં નવા પ્રમુખની વરણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં સભ્યો હાજર રહ્યા હતા. પ્રમુખની ટર્મ પુરી થતા આજે નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. દસક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુ પટેલની પ્રમુખ પદ માટે વરણી કરવામાં આવી હતી. ઉમિયા માતાજી કારોબારી ટ્રસ્ટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઊંઝા ઉમિયાધામ કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા છે.

નવા પ્રમુખ બાબુ પટેલે જણાવ્યું હતું કે, મને કહેતા આનંદ થાય કે આજે મને બધાએ ટેકો આપ્યો અને પ્રમુખ બનાવ્યો છે. ઉમિયા માતાજી બધાની માતા છે. બધાને સાથે લઈને ચાલતો આ સમાજ છે. મને અત્યારે જે જવાબદારી આપી છે તે નાની જવાબદારી નથી. બધા જ પાટીદાર અને બધા જ સમાજની સાથે ચાલવાની મારી આ જવાબદારી છે. કોઈ સમાજ એવો નહિં હોય કે જેને હું સાથે લઈને લઈ ચાલું અને આ પાટીદાર એ કાયમ માટે બીજાને મદદ કરતો સમાજ છે. કોઈ દેશ એવો નહિં હોય કે ત્યા પાટીદાર નહિં હોય. વાદ નહિં વિવાદ નહિં અને વિકાસ સીવાય કોઈ વાત નહિં અને આ વાત તત્કાલીક મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સુત્ર આપ્યું હતું. ત્યારે પાટીદાર સમાજે આ સુત્રને અપનાવ્યું છે તેથી જ પાટીદારોનો વિકાસ થયો છે.

અન્ય સમાચારો પણ છે...