તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના તમામ મંદિરોમાં આ વખતે દીપાવલીના તહેવારોની ઉજવણી કોરોના ગાઇડ લાઇન મુજબ કરવાનું આયોજન કરાયું છે. રાધનપુર સર્કલ નજીક બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તહેવારોનાં દર્શન લાઇવ કરાશે.
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર માં આ વખતની દિવાળીના દિવસના ચોપડા પૂજન અને શારદા પૂજન, તા.15ના અન્નકૂટ દર્શન અને તા.16ની મહાપૂજા સહિતના પ્રસંગોની ઉજવણી મુખ્ય મંદિર થી live.baps.org પર લાઇવ કરાશે.
સાંજે હનુમાન પૂજન-ચોપડા પૂજન કરાશે
મુખ્ય હાઇવે પર આવેલા નરનારાયણ દેવ તાબાના સ્વામિનારાયણ મંદિરે તા.14મીની સાંજે હનુમાનજીનું પૂજન સાથે ચોપડા પૂજન કરાશે. તેમજ તા.15ના રોજ બપોરે 12 થી 3.30 કલાક સુધી અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું છે.
વૈષ્ણવ મંદિરોમાં રવિવારે ગોવર્ધન પૂજા
શહેરના 3 વૈષ્ણવ મંદિરોમાં તા.15મી ગોવર્ધન પૂજા અને અન્નકૂટના દર્શન તેમજ ગણપતિ મંદિરે તા.16મીએ સવારે 5.30 કલાકે મંગળા આરતી અને છપ્પનભોગના દર્શન કોરોનાની ગાઇડ લાઇનના પાલન વચ્ચે થશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.