હાલાકી:વાઇડ એંગલથી દૂધસાગર ડેરી સુધી રોડ ઉપર અંધારું

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં સ્ટ્રીટ લાઇટના પોલની મંજૂરીના અભાવે
  • ​​​​​​​ડિવાઇડર બન્યાને​​​​​​​ 1 મહિનો થયો છતાં મંજૂરીના અભાવે સ્ટ્રીટ લાઇટ ન લાગતાં અંધારપટ્ટ રહે છે

મહેસાણા શહેરના મુખ્ય હાઇવે પર બની રહેલા અંડરપાસની સાથે વાઇડ એંગલ સિનેમાથી લઇ દૂધ સાગર ડેરી સુધીના રોડને પહોંળો કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જેને લઇ વાહન ચાલકોને સુરક્ષાને ધ્યાને રાખી અંડરપાસની બંને બાજુ નવો ડિવાઇડર બનાવાયો છે.

નવા ડિવાઇડરની કામગીરી શરૂ થઇ ત્યારે વાઇડ એંગલથી ડેરી સુધી રોડની વચ્ચે લાગેલા સ્ટ્રીટ લાઇટના પોલ હટાવી લેવાયા હતા. નવા ડિવાઇડર પર કુલ 95 જેટલા સ્ટ્રીટ લાઇટના પોલ લગાવવા અંડર ગ્રાઉન્ડ કેબલ પાથવાની સાથે પોલ માટેનો બેઝ તૈયાર કરી દેવાયા છે.

એક મહિના પહેલાં નવો ડિવાઇડર બન્યા બાદ પણ હજુ સુધી પોલ ન લાગતાં આખા રસ્તા પર અંધારપટ્ટ છવાયેલો રહે છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, હાઇવે પર 95 સ્ટ્રીટ લગાવવા સરકારમાં મંજૂરી મંગાઇ છે. મંજૂરી મળ્યા બાદ નવા પોલ નંખાશ.

અન્ય સમાચારો પણ છે...