તાઉતે ઈફેક્ટ:તાઉતેમાં જિલ્લાની 5670 હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કૃષિ વિભાગના 63 હજાર હેક્ટરમાં સર્વે માત્ર 9% નુકસાન
  • 33 ટકાથી ઓછા નુકસાનને કારણે સહાય નહીં મળે

મહેસાણા જિલ્લામાં 18 મેના રોજ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી 63 હજાર હેક્ટર પૈકી 5670 હેક્ટરમાં એટલે કે 9 ટકા પાકને નુકસાન થયું હોવાનું કૃષિવિભાગના સર્વેમાં બહાર આવ્યું છે. વાવાઝોડા બાદ 20 મેથી કૃષિ વિભાગની 35 ટીમોએ ખેતીની 42 હજાર અને બાગાયતની 21 હજાર હેક્ટર જમીનમાં જીપીઅેસ ટ્રેકિંગ સિસ્ટમના અાધારે પાકનો સર્વે હાથ ધર્યો હતો.

જેમાં જિલ્લામાં 5670 હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન થયાનું જણાવયું છે. જેમાં સાૈથી વધુ નુકસાન બાજરીના પાકને થયું છે. સરકારની ગાઇડ લાઇન મુજબ 33 ટકા પાક નુકસાન થયું હોય તો ખેડૂતોને સહાય ચૂકવવાપાત્ર થાય છે. તેની સામે જિલ્લામાં માત્ર 9 ટકા પાકને નુકસાન થયું હોવાના કારણે જિલ્લાના ખેડૂતોને સહાયથી વંચિત રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે...