તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ડાભલા સર્કલે 24 કલાકમાં 2 અકસ્માત થયા,17 દિવસમાં ત્રીજો અકસ્માત થયો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાશવારે થતાં અકસ્માતને લઇ બમ્પની માંગને લઇ તંત્ર નાઅાંખ અાડા કાન

મહેસાણા-વિજાપુર હાઇવે પર અાવેલા ડાભલા સર્કલ પર છેલ્લા 24 કલાકમાં 2 અકસ્માત સર્જાયા હતા. જેમાં બુધવાર બપોરે અેક કાર અને લોડીંગ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે, અકસ્માત સામાન્ય હોઇ તે પોલીસ ચોપડે નોંધ લેવાઇ ન હતી. જ્યારે બુધવાર રાત્રે 12 વાગ્યાની અાસપાસ હિંમતનગરથી અાવતાં ટ્રેઇલર (અારજે 32 જીસી 2749) અે વિસનગરથી ગોઝારીયા તરફ જઇ રહેલાં ટ્રક (જીજે 18 બીટી 5790) ને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.

અા અકસ્માતમાં ટ્રેઇલરે સોલર લાઇટના પોલને પણ અડફેટે લેતાં તે જમીનદોસ્ત થયો હતો. સદનસીબે કોઇને ગંભીર ઇજા પહોંચી ન હતી. છેલ્લા 17 દિવસમાં સર્કલ પર ત્રીજો અકસ્માત સર્જાયો હતો. સર્કલ પર છાશવારે થતાં અકસ્માતને લઇ સ્પીડબ્રેકર બનાવવાની માંગને તંત્ર અાંખ અાડા કાન કરતું હોઇ સ્થાનિક વેપારીઅોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...