તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ મહેસાણા વોર્ડ નં-6:હાલમાં અંડરપાસ રાજકમલ રોડની 27 સોસાયટી માટે મુસીબતરૂપ બન્યો

મહેસાણા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સર્વિસ રોડ બંધ થતાં લાંબુ ચક્કર લગાવતા રહીશો અંડરપાસ તૈયાર થયે સીધા માલ ગોડાઉન રોડ બને તેવl ઝંખના

મહેસાણામાં મોઢેરા ચોકડી ઓવરબ્રિજનું આયોજન અંડરપાસમાં ફેરવાઇ જતાં રાજકમલ પેટ્રોલપંપ પાછળની 27 સોસાયટીઓના રહિશો માટે હાલ તો અંડરપાસે મુસીબત વધારી દીધી છે અને બે વર્ષ સુધી આ મુસીબત રહેવાની છે. સાગર સોસાયટીના ભરતભાઇ દેસાઇએ કહ્યું કે, અંડરપાસ બનવાનું કામ શરૂ થયું ત્યારથી રાજકમલ રોડની 27 સોસાયટીના રહિશોને સામે માલ ગોડાઉન તરફ સીધો જતો સીધો રોડ રાજકમલ આગળ બંધ કરી દેવાયો છે, અમારે માલ ગોડાઉન કે અમદાવાદ તરફ જવું હોય તો હાલ લકીપાર્ક, પૂજન કોમ્પલેક્ષ, મોઢેરા રોડ થઇને ચોકડીએ ટ્રાફિકમાં થઇ આવન-જાવન કરવી પડે છે.

એમાંયે પીકઅવર્સમાં ટ્રાફિકથી મુશ્કેલી સર્જાય છે. અંડરપાસ નહીં બનાવવા 27 સોસાયટીઓએ રજૂઆતો કરી હતી. હવે અંડરપાસ બની રહ્યો છે ત્યારે રાજકમલથી સીધા માલ ગોડાઉન તરફનો રસ્તો કરે તેવું ઈચ્છીએ છીએ. માલ ગોડાઉન રોડ પર ભૂમિ ડુપ્લેક્ષના યોગેશ કાલરિયાએ કહ્યું કે, આ રોડ પર વિઠ્ઠલપાર્ક, કલ્યાણપાર્ક, સહજાનંદ સહિતની સોસાયટીઓ છે અને આખા ચોમાસામાં વરસાદી, ગટરલાઇન ચોકઅપ રહેતાં ઓવરફ્લો પાણી રોડ પર ભરાઇ રહે છે. આવા ગંદા પાણીમાંથી પસાર થવું પડતું હોઇ રોગચાળાનો ભય રહે છે. આ સમસ્યાનો કાયમી હલ ઇચ્છીએ છીએ.

લકીપાર્ક પાછળના રસ્તે આવેલી અટીરા સોસાયટીના ધીરુભાઇ પટેલે કહ્યું કે, સહકાર સોસાયટીનો ડામર રોડની જગ્યાએ નવો આરસીસી રોડ બન્યે એક વર્ષ થયું છે, છતાં આ નવા રોડમાં ચોમાસામાં પાણી ભરાઇ રહે છે. હીલનગર, ગાયત્રી અને સેટેલાઇટ સહિતના રહિશોને ચોમાસામાં મુસીબત સર્જાતી હોઇ વરસાદી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા જરૂરી છે. સરસ્વતી સ્કૂલની સામે તિરુપતિ સોસાયટીના વયસ્ક વાડીલાલ પટેલે કહ્યું કે, સોસાયટીના ગેટ નં.3 અને સહકારનગરના બગીચા પાસે નગરપાલિકાનો પ્લોટ છે, જ્યાં રોજ કચરામાં ગાયોના જમાવડાથી ગંદકી થાય છે. અમે ગંદકીથી કાયમી છુટકારો ઇચ્છીએ છીએ.

બેઠકનો પ્રકાર
પ્રથમ બેઠક - સામાન્ય
બીજી બેઠક -સામાન્ય
ત્રીજી બેઠક-સામાન્ય
ચોથી બેઠક -સામાન્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો