• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Curiosity Among The People As Black Pepper Shaped Seeds Sprout In The Whole Loom Of Bananas Grown In Mehsana's Srinagar Society.

અજીબો ગરીબ ઘટના:મહેસાણાની શ્રીનગર સોસાયટીમાં ઉગેલા કેળાની આખી લૂમમાં કાળા મરી આકારનાં બીજ નીકળતાં લોકોમાં કુતૂહલ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આસપાસની સોસાયટીમાં રહેતા લોકો પણ કેળામાં નીકળતા કાળા બીજ જોવા આવી રહ્યાં છે

મહેસાણા શહેરમાં આવેલી શ્રીનગર સોસાયટીમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. જેમાં સોસાયટીમાં ઉગેલા એક કેળાના છોડ ઉપર આવેલી કેળાની આખી લુમમાં કાળા કલરના બીજ જોવા મળતા સોસાયટી રહેતા લોકો પણ અચરજમાં મુકાયા છે. જો કે આ કેળાને જોવા હાલમાં આસપાસની સોસાયટીમાં રહેતા લોકો પણ કેળામાં નીકળતા કાળા બીજ જોવા આવી રહ્યાં છે.

શહેરમાં આવેલા જિલ્લા સહકારી સંઘ તરફ જતા રોડ ઉપર આવેલી શ્રી નગર સોસાયટીમાં રહેઠાણના કમપાઉન્ડમાં ઉગેલા કેળના છોડ ઉપર આવેલી કેળાની લૂમમાં પાકેલા કેળાને કાપવામાં આવતા તેમાંથી પપૈયા જેવા જ અને કાળા મરી આકારના બીજ નીકળતા લોકો પણ અચરજ પામ્યા છે

શ્રી નગર સોસાયટીમાં રહેતા મહેશભાઈ પટેલના મકાનના ખુલ્લા ભાગમાં કેળાનો છોડ ઉગાડવામાં આવ્યો હતો. આ છોડ ઉપર કેળાની એક લૂમ તૈયાર થઈ હતી. કેળાનો રંગ પીળો થતાં આખી લૂમ કાપવામાં આવી હતી. જો કે પરિવાર દ્વારા કેળાની છાલ દૂર કરી ખાવા જતા અંદરથી કાળાં બીજ નીકળતાં પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. જો કે હાલમાં આ ઘટનાને પગલે કાળા બીજ નીકળતાં હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા આસપાસની સોસાયટીમાં રહેતા લોકો પણ આ અનોખા કેળાને નિહાળવા શ્રીનગર સોસાયટીમાં રહેતા મહેશભાઈના ઘરે આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...