તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્ય સરકારનો નિર્ણય:મહેસાણામાં આજથી રાત્રે 8 થી સવારે 6 કર્ફ્યૂ

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
બહુમાળી ભવનમાં એકબીજા બ્લોકમાં જવા માટે લૉબીના દરવાજા બંધ કરાયા - Divya Bhaskar
બહુમાળી ભવનમાં એકબીજા બ્લોકમાં જવા માટે લૉબીના દરવાજા બંધ કરાયા
  • 50 ટકા કેસ મહેસાણા શહેરમાં: મહેસાણામાં 31, વિસનગરમાં 8, ઊંઝામાં 3, વિજાપુરમાં 4 અને સતલાસણામાં 2 કેસ
  • 5 બાળકો સંક્રમિત, 12 દર્દી સાજા થતાં રજા અપાઇ, હજુ 607 દર્દી સારવારમાં
  • જિલ્લામાં 5 દિવસ બાદ કોરોના કેસ ઘટી 48

રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને લઇ લોકડાઉન અંગે ગુજરાત હાઇકોર્ટના સૂચન બાદ રાજ્ય સરકાર દ્વારા મહેસાણા, પાટણ, ગાંધીનગર સહિત રાજ્યના 20 શહેરોમાં બુધવારથી રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાદી દેવાયો છે. જેનો અમલ 30 એપ્રિલ સુધી કરાશે. આ સાથે રાજકીય, સામાજિક કાર્યક્રમો અને મેળાવડા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે.

મહેસાણા જિલ્લામાં મંગળવારે 48 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ 24 કેસ મહેસાણા શહેર અને તાલુકાના 7 કેસ છે. ઉપરાંત વિસનગર શહેરના 2 અને તાલુકાના 6, ઊંઝા શહેરના 2 અને તાલુકાના 1 તેમજ વિજાપુર તાલુકાના 4 અને સતલાસણા તાલુકાના 2 કેસનો સમાવેશ થાય છે. 28 શહેરી અને 20 ગ્રામ્ય વિસ્તારના છે. 12 દર્દીઓ સાજા થતાં રજા અપાઇ હતી. આ સાથે જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા 607એ પહોંચી છે. જ્યારે 877 શંકાસ્પદોનાં કોરોના સેમ્પલ લેવાયાં હતાં.

જિલ્લામાં 5 સંક્રમિતો 3 થી 13 વર્ષના બાળકો છે. જેમાં આંબલિયાસણની 3 વર્ષ, મોટીદાઉની 9 વર્ષ અને મહેસાણા શહેરમાં બિલાડી બાગની 11 વર્ષની બાળકી તેમજ રાજકમલ પાસે 12 વર્ષનું બાળક અને મોઢેરા રોડ પર 13 વર્ષના બાળકનો સમાવેશ થાય છે.

કન્ટેન્ટમેન્ટ ઝોનની 26 સોસાયટીઓમાં સેનેટાઈઝેશન કરાશે
મહેસાણા શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં દર્દી તેમજ કન્ટેન્ટમેન્ટ ઘર અને સંકુલને સેનેટાઇઝ કરાશે. આવી 26 સોસાયટીની યાદી સેનેટાઇઝેશન માટે તૈયાર કરાઇ છે. મોઢેરા રોડ, અર્બન બેંક રોડ, વિસનગર લીંક રોડ, રાધનપુર રોડ, જીઇબી રોડ, સોમનાથ રોડ, નાગલપુર, સુખાપરા સહિતના વિસ્તારોની 26 સોસાયટીમાં કન્ટેન્ટમેન્ટ ઘરોમાં બુધવારે સેનેટાઈઝેશન કરાશે તેમ પ્રમુખ વર્ષાબેન પટેલે કહ્યું હતું.

મહેસાણા કલેકટર કચેરીના બહુમાળી ભવનના ચાર બ્લોકમાં પ્રથમ માળેથી એક બ્લોકથી બીજા બ્લોકમાં સીધા લૉબીના રસ્તાથી આવનજાવન માટે ઉપયોગી ચાર બ્લોકની લૉબીના રસ્તાના દરવાજા કોરોના સંક્રમણ વધતાં સાવચેતીના ભાગરૂપે મંગળવારથી બંધ કરાયા હતા. તમામ બ્લોકની લૉબીમાંથી એકથી બીજા બ્લોકમાં જવાના દરવાજાને તાળાં લગાવી દેવાતાં હવે અરજદારો સહિતે બ્લોક 3 થી 4માં જવું હોય તો પાછળ ફરીને સીડી ચઢીને જવું પડશે.

આજે માનવ આશ્રમ, રાધનપુર રોડ, બીકે રોડ પર કોરોના રેપિડટેસ્ટ કેમ્પ
મહેસાણા શહેરમાં ફરી કોરોના સંક્રમણ વધતાં નગરપાલિકા દ્વારા આરોગ્ય તંત્રના સહયોગ થી માનવ આશ્રમ 108ની ઓફિસ આગળ, રાધનપુર રોડ દ્વારકાપુરી ફ્લેટ તેમજ બીકે રોડ આશ્રય હોટલ આગળ એમ ત્રણ મુખ્ય સ્થળોએ બુધવારે સવારે 10 થી 1 સુધી કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરાયું છે. જ્યાં નજીકના વિસ્તારના લોકો વિનામૂલ્યે ટેસ્ટ કરાવી શકશે.

વિસનગર કોર્ટમાં કોરોના 20 એપ્રિલ સુધી કામ બંધ
વિસનગર કોર્ટમાં કોરોનાનો કેસ આવતાં વકીલો દ્વારા તા.20 એપ્રિલ સુધી અરજન્ટ કામગીરી સિવાય કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો ઠરાવ કરાયો હતો.

કડીના થોળમાં 7 દિવસમાં 35 પોઝિટિવ કેસ નોંધાયા
​​​​​​​થોળ | થોળમાં છેલ્લા 7 દિવસમાં કોરોનાના 35 કેસ નોંધાયા હોવાનું પીએચસીના કર્મચારીએ જણાવ્યું હતું. તમામની સારવાર ચાલુ છે અને તેમને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો