શ્રધ્ધા:બહુચરાજી, શામળાજી અને ખેડબ્રહ્મામાં દર્શનાર્થે ભકતોની ભીડ

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મામાં ચાર મહિના બાદ નજીકથી દર્શન કરવા ભક્તોએ લ્હાવો લીધો - Divya Bhaskar
ખેડબ્રહ્મામાં ચાર મહિના બાદ નજીકથી દર્શન કરવા ભક્તોએ લ્હાવો લીધો

બહુચરાજી મંદિર બંધ હોવા છતાં દર્શન માટે દર્શનાર્થીઓ ઊમટ્યા
કોરોના સંક્રમણ ન સર્જાય તે માટે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બહુચરાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર બંધ રખાયા હતા તેમ છતાં અનેક ભક્તો ગુરુ પુનમ નિમિત્તે  માં ના દર્શન કરવા ઉમટી પડ્યા હતા પરંતુ મંદિરના દ્વાર બંધ હોવાથી દરવાજેથી જ ધજાના દર્શન કરી દર્શનાર્થીઓને પરત ફરવું પડ્યું હતુ.

શામળાજી દર્શનાર્થે ભક્તોની કતાર જામી
શામળાજી મંદિરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભક્તો મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા.જોકે મહામારીના કારણે ભક્તોની દર પૂર્ણિમા કરતાં પાંખી હાજરી જોવા મળી હતી. 

ખેડબ્રહ્મામાં ચાર મહિના બાદ નજીકથી દર્શન કરવા ભક્તોએ લ્હાવો લીધો 
ગુરૂપૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ ખેડબ્રહ્મામાં રવિવારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા અને મા આંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સવારથી સાંજ સુધીમાં મોટી સંખ્યમાં લોકોએ ચાર માસ બાદ માતાજીના નજીકથી દર્શન કરવાનો લ્હાવો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...