તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:મહેસાણાના વસાઈમાં વેક્સિન લેવા મોટી સંખ્યામાં ભીડ ઉમટી, સંભવિત ત્રીજી લહેરને આમંત્રણ

મહેસાણા6 દિવસ પહેલા
  • વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકો રસી લેવા ઉમટી પડ્યા

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા વસઈ આરોગ્ય કેન્દ્ર ખાતે આજે વહેલી સવારે વેક્સિનલેવા લોકોની મોટી સંખ્યામાં ભીડ જમતા અવ્યવસ્થા નજરે પડી હતી. સીમિત સંખ્યામાં વેક્સિન સામે લોકોની સંખ્યા વધતા વેક્સિન લેવા પહોંચેલા લોકો ગુંચવાયા હતા.

મહેસાણા જિલ્લો હાલમાં વેક્સિનેશનના મામલે સમગ્ર ગુજરાતમાં પાંચમાં ક્રમે ચાલી રહ્યો છે, જોકે જિલ્લાના શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે પરંતુ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન લેવા અને ટોકન મેળવવા લોકોની ભીડ જામી હતી. ગઈ કાલે જાહેર રજા હોવાના કારણે વેક્સિનેશનની કામગીરી બંધ હતી.

આજે ફરી વેક્સિનેશનની કામગીરી શરૂ થતાની સાથે જ વિજાપુરના વસાઈ પ્રાથમિક અરોગ્ય કેન્દ્રના કમપાઉન્ડમાં વહેલી સવારે 7 વાગ્યાથી જ લોકો વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા હતા. જ્યાં વેક્સિનના ડોઝ સામે સંખ્યા વધતા ભીડ જામી હતી જોકે હાલમાં વેક્સિનેશન માટે ટોકન પદ્ધતિ ચાલી રહી છે. જેમાં લોકો વહેલી સવારે આવીને ટોકન મેળવવા પણ તોડે વળતા જોવા મળ્યા હતા.

આમ ટોળે વળવું એ સંભવિત ત્રીજી લહેરને આમંત્રણ આપ્યા સમાન
મહેસાણા જિલ્લો કોરોના મુક્ત થવા જઈ રહ્યો છે ત્યારે મહેસાણા જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. જીલ્લાની અંદર અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોએ વેક્સિન મુકવી ચૂક્યા છે, જોકે કોરોનાની સંભવીત ત્રીજી લહેરમાં આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલો લેવાની સંખ્યામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. પરંતુ બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિન લેવા માટે લોકો પડાપડી કરતા અને ટોળે વળતા નજરે પડી રહ્યા છે, આમ કોરોનાની ગાઈડ લાઈન ભૂલી લોકો કોરોનાની ત્રીજી સંભવિત લહેરને આમંત્રણ પાઠવતા નજરે પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...