ટ્રાફિકની સમસ્યા:મહેસાણા રાધનપુર ચોકડી અને સિવિલના દરવાજે ખાનગી વાહનોનો અડિંગો

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરના  સિવિલ હોસ્પિટલના દરવાજે ખાનગી વાહનોનો અડિંગો - Divya Bhaskar
શહેરના સિવિલ હોસ્પિટલના દરવાજે ખાનગી વાહનોનો અડિંગો
  • બંને જગ્યાએ નજીકમાં જ પોલીસચોકી છતાં સવાર-સાંજ ટ્રાફિકની સમસ્યા
  • મુખ્યત્વે ગમે ત્યાં ઉભી થઈ જતી રિક્ષાની પાછળ આખો ટ્રાફિક ઉભો થાય છે

મહેસાણા શહેરના રાધનપુર ચાર રસ્તા અને જૂના બસ સ્ટેન્ડ તેમજ સિવિલ હોસ્પિટલના દરવાજે ખાનગી વાહનોના અડિંગાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. નવાઈની વાત એ છે કે, બંને જગ્યાએ નજીકમાં જ પોલીસચોકી હોવા છતાં પોલીસ જાણે મૂકપ્રેક્ષક બની તમાશો જોતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

શહેરના રાધનપુર ચાર રસ્તા ખાનગી વાહનોનો અડિંગો જમાવ્યો
શહેરના રાધનપુર ચાર રસ્તા ખાનગી વાહનોનો અડિંગો જમાવ્યો

નેશનલ હાઈવે 8 ઉપર આવેલા મહેસાણાના રાધનપુર ચાર રસ્તા પર સવારે પીકપ ટાઈમમાં જ શહેર તરફ સહિત ચારે બાજુના રસ્તાઓ ઉપર રિક્ષા અને ઇકો ગાડીઓ સહિત ખાનગી વાહનોનો જમાવડો જોવા મળે છે. મુસાફરો લેવાની લ્હાયમાં આડેધડ ઉભાં થઈ જતાં આ ખાનગી વાહનોને લઈ સવારે અને સાંજે ટ્રાફિક સમસ્યા કાયમી થઈ ગઈ છે. આવી જ પરિસ્થિતિ જૂના બસ સ્ટેન્ડ અને સિવિલ હોસ્પિટલના દરવાજા નજીકની રહે છે. અહીં પણ ખાનગી વાહનો મુખ્ય રસ્તાને બાનમાં લઇ વચ્ચે જ ઉભેલા જોવા મળે છે. અધૂરામાં પૂરું, રાધનપુર ચાર રસ્તા પર ફોરલેન રોડ હોવા છતાં એક સાઈડના રોડ પર તો આ ખાનગી વાહનોનો જ કબજો હોય છે.

બાકી વધેલા રોડ પર ખાનગી વાહનો જો મુસાફરને ઉતારવા માટે ઊભા થઈ જાય તો પાછળ વાહનોની લાઈન થતાં ટ્રાફિકજામ સર્જાય છે. નવાઈની વાત એ છે કે, ટ્રાફિક પોઇન્ટ આ બંને સ્થળો રાધનપુર ચાર રસ્તા અને સિવિલ હોસ્પિટલના દરવાજા નજીક જ પોલીસચોકીઓ આવેલી છે. ફરજ પરની પોલીસ જાણે મૂકપ્રેક્ષક બની તમાશો જોતી હોય તેવું લાગે છે. ત્યારે સવાર-સાંજ સર્જાતી ટ્રાફિક સમસ્યાથી પોલીસ ચાલકો અને શહેરીજનોને મુક્તિ અપાવે તેવી લાગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...