• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Crowd Jammed Outside The Mamlatdar's Office In Mehsana During The Certificate Check, Only Applicants And Security Personnel Were Seen Without Masks.

વેક્સિન સર્ટીની ચકાસણીમાં અવ્યવસ્થા:મહેસાણામાં મામલતદાર કચેરી બહાર સર્ટી ચકાસણી દરમિયાન ભીડ જામી, અરજદારો અને સુરક્ષાકર્મીઓ જ માસ્ક વિના નજરે પડ્યા

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચેરીઓમાં બે ડોઝ લીધા હોય એવા લોકોના પ્રમાણપત્ર તપાસ કર્યા બાદ પ્રવેશ અપાઈ રહ્યો છે
  • મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં ટ્રાફિક જામ, મામલતદારની ગાડી પણ ફસાઈ

મહેસાણા જિલ્લા સહિત રાજ્યભરમાં હાલમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા અનેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકારી કચેરીઓમાં અરજદારો અને સરકારી કર્મચારીઓએ રસીના બે ડોઝ લીધા હોય એવા લોકોના પ્રમાણપત્ર તપાસ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મહેસાણા મામલતદાર કચેરી બહાર સર્ટી ચકાસણી દરમિયાન ભીડ જામી હતી, તેમજ અરજદારો અને સુરક્ષા કર્મીઓ પણ માસ્ક વિના જોવા મળ્યા હતા. આ ભીડમાં મામલતદારની ગાડી પણ ફસાઈ હતી. જેથી આ જ ઉપાય કોરોનાને અવશ્ય આમંત્રણ આપશે અને સંક્રમણમાં વધારો થશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

જિલ્લા કલેક્ટરે તમામ સરકારી કચેરીઓમાં આદેશ કર્યા છે. જેમાં બહારથી આવતા અરજદારોના રસીના બે ડોઝ લીધાનું પ્રમાણપત્ર બતાવ્યા બાદ પ્રવેશ આપવામાં આવશે. ત્યારે બીજી બાજુ આ જ નિર્ણય ક્યાંકને ક્યાંક કોરોના સંક્રમણમાં વધારો કરી શકે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મહેસાણા મામલતદાર કચેરીના મેન ગેટ બહારથી આજે ગુરૂવારે મોટી સંખ્યામાં અરજદારોને અટકાવી દેવામાં આવ્યા હતા. જેમાં જે અરજદારો પાસે રસીના પ્રમાણપત્ર હતા તેઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો, ત્યારે જે લોકો પાસે પ્રમાણપત્ર નહોતા તેવા અરજદારોને ગેટ બહાર જ ઉભા કરી દેવામાં આવ્યા હતા.

ત્યારે પ્રમાણપત્ર ચકાસણી દરમિયાન અરજદારોની ભીડ જામી હતી. તો બીજી બાજુ અરજદારો અને સુરક્ષા કર્મીઓ પણ માસ્ક વિના જોવા મળ્યા હતા તેમજ ભીડ જામતા કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડતા પણ જોવા મળ્યા હતા. નોંધનીય છે કે મામલતદારની ગાડી બહાર નીકળી એ સમય દરમિયાન અધિકારીની ગાડી પણ આ ભીડમાં ફસાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...