બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી:ધોળાસણની પરિણીતાના આપઘાત કેસમાં સાસરિયાં સામે દુષ્પ્રેરણનો ગુનો

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાંઘણજ પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા અને નણંદ વિરુદ્ધ ફરિયાદ
  • 10 મહિનાની માસૂમ બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી

મહેસાણાના ધોળાસણમાં ઘરના કામકાજ બાબતે સાસરિયાં દ્વારા અપાતાં ત્રાસથી કંટાળીને 28 વર્ષીય પરિણીતાએ ફીનાઇલ પી લેતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકની માતાએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિ, સસરા અને નણંદ વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

મૂળ ગોઝારિયાના અને હાલ ગાંધીનગરના રાંધેજામાં રહેતાં લીલાબેન બળદેવભાઇ રાવળની દીકરી દક્ષિણાનાં લગ્ન 6 વર્ષ પહેલાં ધોળાસણના આનંદ દશરથભાઇ રાવળ સાથે થયાં હતાં. લગ્નજીવનમાં 10 માસની દીકરી આર્યા છે. દક્ષિણાને તેણીનાં સાસરિયાં ઘરકામ બાબતે શારિરીક માનસિક ત્રાસ આપતા હતા. જ્યારે તેના પતિને બીજી છોકરી સાથે અફેર હોવાની અને ફોન ઉપર તેની સાથે વાતચીત કરતો હોવા અંગે અગાઉ દક્ષિણીએ તેણીની માતાને જાણ પણ કરી હતી.

દક્ષિણી રિસાઇને પિયર આવતાં તેની માતાએ સમજાવીને પરત સાસરે મોકલી હતી. દરમિયાન, ગત તા.9મી જૂને સાંજના સમયે દક્ષિણાએ ઘરે કોઇ દવા પી લેતાં સારવાર અર્થે મહેસાણાની હોસ્પિટલમાં દાખલ કરતાં સારવાર દરમિયાન દક્ષિણાબેનનું મોત થયું હતું. મૃતક દક્ષિણાબેનની માતા લીલાબેન બળદેવભાઇ રાવળે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિ આનંદ દશરથભાઇ રાવળ, સસરા દશરથ સેંધાભાઇ રાવળ અને નણંદ પુજાબેન દશરથભાઇ રાવળ વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણ કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...