કાર્યવાહી:મહેસાણાના વડાવીમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતાં છ શકુનીઓને ક્રાઇમ બ્રાન્ચે રંગેહાથ ઝડપી લીધા

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ રૂ. 83 હજાર 870નો મુદ્દામાલ જપ્ત કર્યો
  • થોડા દિવસ પહેલા પણ આજ ગામથી જુગારીઓ ઝડપાયા હતા

મહેસાણાના બાવલું પાસે આવેલા વડાવી ગામ પાસેથી થોડા દિવસો પહેલા પણ જુગારધામ ઝડપાયું હતું, ત્યાં ફરી વડાવી ગામની સીમમાં આવેલા એક મંદિર પાસે કેટલાક શકુનીઓને જુગાર રમતા મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે.

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ બાવલું પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી ત્યારે તેમને ખાનગી માહિતી મળી હતી કે, બાવલુંના વડાવી ગામ પાસે આવેલા રબારી વાસ પાસે આવેલા ખેતરમાં બળિયા દેવના મંદિર પાસે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે.

માહિતી મળતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગામમાં તપાસ કરતા બળિયાદેવના મંદિર પાસે ખેતરમાં કેટલાક લોકો પટ્ટા ટીચતા નજરે પડ્યા હતા. ત્યારે પોલીસે છ શકુનીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમજ રોકડ રકમ રૂ 22 હજાર 870 અને પાંચ મોબાઈલ ફોન જેની કિંમત રૂ. 61 હજાર તેમ કરીને પોલીસે કુલ 83 હજાર 870ના મુદ્દામાલ સહિત છ જુગારીઓને ઝડપી લીધા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

ઝડપાયેલા જુગારીઓ
ઠાકોર ઇશ્વર બાબાજી (રહે,ડરણ)
ઠાકોર કચરાજ ગણેશ જી (રહે વડાવી)
ઠાકોર મોહન સવધાનજી (રહે, વાસદરા)
ઠાકોર જયેશ રતનજી (રહે, ચંદ્રાસણ)
વણકર લાલજી ભોજભાઈ (રહે ભીમાસર)
​​​​​​​માજિદખાન મહંમદખાન (રહે કડી કસ્બા)

અન્ય સમાચારો પણ છે...