ફરિયાદ:ચાંદણકીમાં 43.68 લાખની માટી ચોરી મામલે 5 શખ્સો સામે ગુનો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહુચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ

બહુચરાજી તાલુકાના ચાંદણકી ગામની સીમમાં રૂ.43.68 લાખની કિંમતની 24958 મેટ્રિક ટન માટી ચોરી મામલે જમીન માલિકે 5 શખ્સો વિરુદ્ધ બહુચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી છે. મૂળ મહેસાણાના છઠિયારડાના અને અમદાવાદ રહેતા રાજેન્દ્ર નરસિંહભાઈ પટેલ ગત 10 માર્ચે ચાંદણકી ગામમાં ભાગીદારીમાં રાખેલી જમીન જોવા ગયા હતા. જ્યાં કેટલાક શખ્સો હીટાચી મશીન અને 3 ડમ્પર (GJ 13 AW 6323, GJ 13 8181 અને GJ 02 4756)થી માટીનું ખનન કરતા હતા.

આ મામલે રાજેન્દ્ર પટેલે બહુચરાજી મામલતદાર અને મહેસાણા ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. જેને લઈ વિભાગ દ્વારા સ્થળનો સર્વે કરી રૂ.43,68,650ની કિંમતની 24,958 મેટ્રિક ટન માટી ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. માટી ચોરી કરનાર શખ્સોએ જમીન માલિકને આ માટી કલ્પતરું પાવર ટ્રાન્સમિશન લી.ને બહુચરાજી રેલવેના માટીકામમાં આપતા હોવાનું કહ્યું હતું. આ મામલે જમીન માલિકે જાવેદ સીરાજોદીખાન મલેક, ધર્મેન્દ્ર કીર્તિસિંહ સોલંકી, બેચરના પરેશ કાળુભાઇ પુજારા, ભોપા ધનાભાઈ ભરવાડ, કાળમાદ મૂળીના સુરા ખોડાભાઈ રોઝીયા વિરુદ્ધ બહુચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...