તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બલાસર પાસે નર્મદા કેનાલમાં યુવતીના આપઘાત મુદ્દેે પતિ સહિત 5 સામે ગુનો

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડી પોલીસમાં પતિ, તેની પ્રેમિકા, સાસુ, દિયર અને નણંદ સામે ગુનો
  • પ્રેમલગ્ન કર્યા બાદ સાસરિયાં ત્રાસ આપતાં આપઘાત કર્યો હતો

કડી તાલુકાના બલાસર ગામની સીમમાં ઓગડનાથ મહાદેવના પુલ પાસે યુવતીએ વીડિયો બનાવીને કરેલા આપઘાત મામલે કડી પોલીસે પાંચ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ઘુમાસણ ગામની યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ પતિ તેમજ સાસરીયા માનસિક ત્રાસ આપતાં હોવાથી કેનાલમાં પડીને જીવન ટૂંકાવ્યુ હતુ.

ઘુમાસણ ગામના અશોકભાઈ પટેલની દીકરી સંગીતાએ અમદાવાદના મેશ્રામ સુરજરાવ સુભાષરાવ સાથે વર્ષ 2013માં સુરતના વરાછાની કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ સંગીતાને બે સંતાન પણ હતા.પરંતુ, તેના પતિ, સાસુ, દિયર અને નણંદ દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાથી અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને પિયર રહેવા આવી ગઈ હતી.

ત્યારબાદ તેણીના પતિએ અન્ય યુવતી સાથે બીજા લગ્ન પણ કરી લીધા હતા. તેથી સંગીતાએ 26 ઓગષ્ટના રોજ વકીલને મળવા જવાના બહાને બલાસર પાસેની નર્મદા કેનાલ ઉપર જઈ વિડીયો બનાવી, વોટ્સએપમાં મોકલીને કેનાલમાં પડી આત્મહત્યા કરી લીધી હતી. યુવતીના પિતાએ ફરિયાદ આપતા કડી પોલીસે પતિ સુરજરાવ મેશ્રામ, સાસુ સુમિત્રાબેન, દિયર સચીન, નણંદ સોનાલી રજનીકાંત પટેલ અને પતિની પ્રેમિકા અશ્વિની મોનુ દુર્ગે સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...