તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઇન્દ્રાડ ફેકટરીમાં 156 કિલો સ્ટીલ ચોરી અંગે 5 કર્મચારી સામે ગુનો, રાતના સમયે ગાડીમાં ભરી રવાના કરતાં સિક્યુરિટી જોઇ જતાં ભાંડો ફૂટ્યો

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કડી તાલુકાના ઇન્દ્રાડની સીમમાં આવેલી બ્રિટીશ સુપર એલોઇઝ કંપનીમાં 300 વર્કરો બે શિફ્ટમાં કામ કરે છે અને લોખંડ ગાળવાનો અને ગાળ્યા પછી રોલીંગ કરી તેને પૉલીસ મારી એસએસબ્રાઇટ બાર તૈયાર કરવામાં આવે છે. કંપનીના સિક્યુરિટીએ મેનેજર નંદલાલ જાટને રાત્રિની શિફ્ટમાં બ્રાઇટ બાર વિભાગમાં ચોરી થયાની જાણ કરતાં કહ્યું હતું કે, બનાવના દિવસે અવાજ સાંભળીને તેઓ 4.30 વાગે બ્રાઇટબાર વિભાગમાં ગયા ત્યારે સફેદ ઇકોગાડી દીવાલ નજીક રોડ ઉપર ઉભેલી હતી અને સ્ટેનલેસ સ્ટીલના ટુકડા એક શખ્સ ભરતો જોઇ બૂમો પાડતાં તે ભાગી ગયો હતો.

ઇકોગાડીના નંબર આધારે મેનેજરે કામ કરતા લલ્લુ છટકન્ના ચૌહાણ, દિનેશ લલ્લુ નિશાદ અને હિંમતસિંહ વિહોલની પૂછપરછ કરતાં તેમણે ભેગા મળી 10 ફૂટના એસએસ બારના કંપનીના મશીનથી 5 ટુકડા કરી કંપનીની 5 ફૂટની દીવાલ ઉપરથી બહાર નાખી ચોરી કર્યાનું કબૂલાત કરી હતી. સાથે તેમણે પિન્ટુજી પરમારને ઇકો લઇને ચોરીનો માલ ભરવા બોલાવ્યો હોવાનું તેમજ બ્રાઇટબાર વિભાગના ઇન્ચાર્જ મહોબતસિંહ વિહોલે પણ પોતાની શિફ્ટ દરમિયાન જે માલ કાઢવાનો હોય તે કાઢી લેજો અને મારો ભાગ રાખજો તેમ કહ્યાનું જણાવ્યું હતું.જેને પગલે કંપનીના મેનેજર નંદલાલ જાટે કડી પોલીસ સ્ટેશનમાં ખાવડના મહોબ્બતસિંહ મદારસંગ વિહોલ અને હિંમતસિંહ દિલીપસિંહ વિહોલ, ચડાસણાના લલ્લુ છટકન્ના ચૌહાણ અને દિનેશ લલ્લુ નિશાદ તેમજ પિન્ટુ નટુજી પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો