તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આયુષ આઈકોનમાં પિતા-પુત્રના આપઘાત મામલે સ્યુસાઇડ નોટ આધારે 3 સામે ગુનો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા તાલુકા પીઆઇએ ફરિયાદી બની એમપીના 3 શખ્સો સામે કાર્યવાહી
  • પોણા બે વર્ષ અગાઉ ઉઘરાણીના ત્રાસથી ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું

મહેસાણાના રાધનપુર રોડ પર આયુષ આઈકોન ફ્લેટમાં પોણા બે વર્ષ અગાઉ પિતા-પુત્રએ ઝેરી દવા પી કરેલી આત્મહત્યા મામલે તાલુકા પોલીસે મધ્યપ્રદેશના 3 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આત્મહત્યા બાદ સ્યુસાઈડ નોટમાંથી આરોપીનાં નામ સરનામાં મળતાં તાલુકા પીઆઈએ ફરિયાદી બની તપાસ શરૂ કરી છે.

આયુષ આઈકોનમાં 13 નંબરના ફ્લેટમાં રહેતા 63 વર્ષીય શિવરાજ શિવસ્વામી રાજપુરોહિત અને તેમના પુત્ર 24 વર્ષીય આયુષે ગત 21 ડિસેમ્બર, 2019ના રોજ ઝેરી દવા પીતાં મહેસાણાથી અમદાવાદ સિવિલમાં રીફર કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેનાં મોત થયાં હતાં. જે અંગે મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં બંનેની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મધ્યપ્રદેશના રતલામના સુરેન્દ્ર કનૈયાલાલ હીતીયા, ફકરૂ અલીહુસેન વોરા અને ફિરોજભાઈ એમપીવાળાનું નામ હતું. આરોપીઓ પૈસાની વારંવાર ઉઘરાણી કરતા હોવાના ત્રાસથી કંટાળી બંને જણાએ તેમના ઘરે જાતે દવા પી આત્મહત્યા કરી હતી.

જ્યારે મરણ જનારના સંબંધી જાણતા ન હોવાથી તેમજ સ્યુસાઇડ નોટમાં જણાવેલા શખ્સોના પૂરા નામ-સરનામા પોલીસને મળી આવતાં તાલુકા પીઆઈ આર.એલ. પારગીએ મંગળવારે ફરિયાદી બની આ ત્રણેય શખ્સો સામે ગુનો આત્મ હત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...