તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોધ:પિતા અને પુત્રને પડેલી મુશ્કેલીને લઇ અનોખી એલાર્મ સિસ્ટમ અને ચાર્જિંગ ડિવાઇઝ બનાવ્યું

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવશ્યકતા હી આવિષ્કાર કી જનની હૈ પંક્તિને સાર્થક કરતાં વિસનગરના લક્ષ્મીપુરા (ભાન્ડુ)ના રમેશભાઇ ચાૈધરી

આવશ્યકતા હી આવિષ્કાર કી જનની હૈ એટલે કે જરૂરિયાત જ શોધની જનેતા છે.. આ પંક્તિને સાર્થક કરી છે વિસનગર તાલુકાના લક્ષ્મીપુરા (ભાન્ડુ) ગામના રમેશભાઇ ચાૈધરીએ. પિતા અને પુત્રને રોજિંદી જીવનશૈલીમાં પડતી મુશ્કેલીના નિવારણ માટે અનોખી એલાર્મ સિસ્ટમ અને ચાર્જિંગ ડિવાઇઝ બનાવ્યું છે. અત્યાર સુધીમાં આવી 6 જેટલી શોધ કરી છે. જેમાં મોટાભાગની શોધની પેટર્ન પણ કરાવી છે.સ્કૂલોમાં થ્રી-ડી ફિલ્મ બતાવી ગુજરાન ચલાવતાં લક્ષ્મીપુરા (ભાન્ડુ)ના ચાૈધરી રમેશભાઇ જીવરામભાઇની આવકના એકમાત્ર સ્ત્રોતને કોરોના ભરખી ગયો. છેલ્લા દોઢ વર્ષથી બંધ સ્કૂલો સાથે તેમનો વ્યવસાય પણ છીનવાયો.

આવી કપરી સ્થિતિમાં કંઇક નવું કરવાની ઇચ્છાશક્તિ ડગી નહીં. રમેશભાઇ ચાૈધરીએ જણાવ્યું કે, નાનપણમાં જ કંઇક નવું કરવાની ઇચ્છા રહેતી. આ ઇચ્છા સાથે મેં આઇટીઆઇમાં મોટર મિકેનિકલનો અભ્યાસ પૂરો કર્યો. આસપાસની સમસ્યાને કઇ રીતે હું ટેકનોલોજીથી ઉકેલું એવા વિચાર સાથે સતત સમસ્યાઓને શોધતો રહું છું. મારા પિતા જીવરામભાઇને વહેલી સવારે ઉઠવાની આદત છે. રોજ રાત્રે એલાર્મ મૂકીને સૂઇ જતાં, પરંતુ સવારે એલાર્મ વાગતું રહે પણ ઉઠતા ન હતા. આ પરથી એક એલાર્મ સિસ્ટમ બનાવી છે. જેમાં એલાર્મ ઘડિયાળની બાજુમાં એક બોક્ષ બનાવ્યું છે.

બોક્ષમાં એક ચલણી નોટ મુકી, સવારે એલાર્મ વાગે અને જો 5 થી 7 મિનિટમાં એલાર્મ બંધ ન કરે તો તેના પર શાહી ઢોળાઇ જાય. રૂપિયા ન બગડે એટલે મારા પિતા હવે સમયસર એલાર્મ બંધ કરવા ઉઠી જાય છે.એક વર્ષમાં મારા પુત્રના 2 મોબાઇલ બગડ્યા. મેં પૂછ્યું કે શું થયું તો ખબર પડી કે તે રાત્રે મોબાઇલ ચાર્જિંગમાં મૂકી સૂઇ જતો હોઇ ઓવર ચાર્જિંગના કારણે બેટરી બગડી જતી હતી. આ માટે ચાર્જિંગ ડિવાઇઝ બનાવ્યું છે. જેમાં એક ઘડિયાળ મૂકી છે. જેમાં ચાર્જિંગવાળી કોઇપણ વસ્તુને ચાર્જમાં લગાવતી વખતે ઘડિયાળમાં સમય મુકવાનો હોય છે. જે આપોઆપ બંધ થાય છે.

અન્ય સમાચારો પણ છે...