તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી પ્રચાર માટે સી.આર.પાટીલનો વિસનગર પ્રવાસ આયોજિત કરી વિસનગરના ગુંજા ગામે હેલિપેડથી બાઈક રેલીનું આયોજન કરાયું હતું. સી.આર.પાટીલે રેલીનું પ્રસ્થાન કરાવી વિસનગર શહેરમાં ચૂંટણી પ્રચાર કર્યો છે. જેમાં ટ્રફિક અને કોરોનાના નિયમો નેવે મુક્યા હતા.
આ રેલીમાં વિસનગરના ધારાસભ્ય અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરનારા જિલ્લા પંચાયત તાલુકા પંચાત અને નગરપાલિકાના ઉમેદવારો જોડાયા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષે મતદારોનો વિશ્વાસ જીતવા પ્રયાસ કરતા ભાજપ માટે મતદારોને મતદાન કરવા આહ્વાન કર્યું હતું.
ભાજપના ચૂંટણી પ્રચારમાં ટ્રાફિક અને કોરોનાના નિયમો નેવે મુકાયા
સી.આર.પાટીલની રેલીમાં ટ્રાફિક નિયમોનો અને કોરોના ગાઈડ લાઈનનો ભંગ થયો હતો. ત્યાં ચૂંટણી આયોગના નિયમોને પણ નેવે મુકવામાં આવ્યાં હતા. આ રેલી દરમિયાન 55 વર્ષીય એક વ્યક્તિ વાહનમાંથી કોઈ કારણસર રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને વિસનગર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પણ તેમની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલ મળ્યા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.