જળસુરક્ષા પ્લાન:જિલ્લાના 474 ગામોમાં સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારાશે

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અટલ ભૂજલ યોજનામાં 494માંથી 474 પંચાયતે જળસુરક્ષા પ્લાન તૈયાર કર્યો

રાજ્યમાં ભૂગર્ભ જળનું વધુ પડતું દોહન કરતા મહેસાણા સહિત 6 જિલ્લાનો અટલ ભૂજલ યોજનામાં સમાવેશ કરાયો છે. જેમાં લોકોના સહયોગથી જળસંબંધી યોજનાઓના સંકલન દ્વારા ટકાઉ ભૂગર્ભ જળ વ્યવસ્થાપન કરવાનું કામ ગ્રામ પંચાયત કક્ષાએ હાથ ધરાયું છે. આ યોજનામાં મહેસાણા જિલ્લાની 494 પૈકી 474 ગ્રામ પંચાયતમાં જળસુરક્ષા પ્લાન તૈયાર કરાયો છે.

અટલ ભૂજલ યોજનાની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં જળ સુરક્ષા પ્લાન મુજબ જળ પુરવઠો વધારવા, સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા તેમજ જળસંચયના કામોનું આયોજન કરાયું હતું.

બેઠકમાં ઉપસ્થિત સંબંધિત જિલ્લાની કચેરીના અધિકારીઓને બજેટમાંથી વોટર સિક્યોરિટીમાં સુચવેલ કામોનો સમાવેશ ખાસ કરવો તેમજ હાથ ધરવામાં આવતી તથા બજેટમાં આયોજિત યોજનાની વિગતો કાર્યપાલક ઇજનેર, ડીપીએમયુ મહેસાણા (અટલ ભૂજલ), યુનિટ-1 ખેરવા મહેસાણાને આપવા જણાવ્યું હતું. બેઠકમાં DDO ડો. ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે તળાવોની મરામત, નદી, ચેકડેમો ઉંડા કરવા સહિતની ચાલતી કામગીરીનો રિવ્યુ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...