સજા:મહેસાણામાં કારની લોન પેટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટ એક શખ્સને એક વર્ષની કેદ ફટકારી

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શખ્સ સામે અઢી વર્ષે થઈ ફરિયાદ હતી

એચ.ડી.એફ.સી બેંકની મહેસાણા શાખામાંથી સાબરકાંઠાના સિકાના શખ્સને યુઝડ કાર લોન લીધી હતી. આ લોન પેટે આપેલો ચેક પરત ફરતા આરોપી શખ્સ સામે મહેસાણા કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી એક વર્ષની કેદ અને 50 હજાર વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.

સાબરકાંઠાના નીકાના સચિન લક્ષમીશંકર ત્રિવેદીને યુઝડ કાર માટે લોનની જરૂર હોય મહેસાણા સ્થિત એસ.ડી.એચ.સી બેંકના સખાનો સંપર્ક કર્યો હતો બેન્કે તમામ ડોક્યુમેન્ટની ચકાસણી બાદ ધિરાણ આપ્યું હતું. જોકે, હપ્તો ન ભરી શકતા આરોપીએ બેંકને 28 હજાર 548 નો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં જમા કરાવતા અપૂરતા નાણા હોવાથી ચેક પરત ફર્યો હતો.

આ મામલે બેન્ક વતી ડેપ્યુટી મેનેજર કિરણ સુખડીયાએ મહેસાણા કોર્ટમાં આરોપી સામે ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ મહેસાણા કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષના વકીલ જે.પી.ત્રિવેદીની દલીલો અને પુરાવા આધારે એડિશનલ ચીફ જ્યુડિશિયલમેજિસ્ટ્રેટ એન.બી પટેલે આ કેસમાં આરોપી સચિન લક્ષમીશંકર ત્રિવેદીને તકસીરવાર ઠરાવી એક વર્ષ કેદ અને 50 હજાર વળતર પેટે ચૂકવી આપવા હુકમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...