માસૂમને ન્યાય:બેચરાજીમાં સાડા ચાર વર્ષની બાળકીને રમાડવાના બહાને અડપલા કરનારને કોર્ટે 5 વર્ષની કેદની સજા ફટકારી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે આરોપીને કેદ ઉપરાંત 4 હજાર રૂપિયા દંડ તેમજ ભોગબનનારને 75 હજાર વળતર ચૂકવી આપવા હુકમ કર્યો

બેચરાજી પંથકમાં એક ગામની સાડા ચાર વર્ષની બાળકીને 10 ઓક્ટોબર 2019ના રોજ મોઢેરાના 64 વર્ષીય રામા મણિલાલે રમાડવાના બહાને શારીરિક છેડછાડ કરી હતી. આ બાબતની જાણ બાળકીના માતા પિતાને થતાં તેમણે તુરંત આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ આ કેસમાં આરોપીને 5 વર્ષની કેદની સજા કોર્ટે ફટકારી છે.

બેચરાજી પંથકની સાડા ચાર વર્ષની બાળકીને 64 વર્ષીય શખ્સે શારીરિક છેડછાડ કરી હતી. જેથી બાળકીના માતા-પિતાએ આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી. આ કેસ મહેસાણા સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીબી ચૌધરીની દલીલો અને પુરાવાના આધારે જજ પી.એસ.સૈનીએ આ ગુનાના આરોપી રામાભાઈ મણિલાલ પટેલને તકસીરવાન ઠેરવી પાંચ વર્ષ કેદ અને 4 હજાર રૂપિયા દંડ તેમજ ભોગબનનાર બાળકીને 75 હજાર વળતર ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

સાડા ચાર વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવાના કેસમાં સરકારી વકીલ દ્વારા ગુનો સાબિત કરવા માટે દસ્તાવેજી પુરાવા ઉપરાંત 12 સાક્ષીઓને તપાસ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...