આરોપીઓને ઝટકો:કટોસણના ધનપુરામાં જૂની અદાવતમાં જીવલેણ હુમલો કરનાર ચાર આરોપીના જામીન કોર્ટ ફગાવ્યા

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ યુવતીને ભગાડી જવા મામલે થઈ હતી બોલાચાલી

મહેસાણા જિલ્લામાં આવેલા કટોસણના ધનપુરાની યુવતીને એક શખ્સ ભગાડી ગયો હતો. જે મામલે યુવતીના પિતાએ સાંથલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે જૂની અદાવત રાખી ચાર શખ્સોએ ફરિયાદી પર હુમલો કર્યો હતો. જેમના જામીન કોર્ટો ફગાવ્યાં છે

પોપટ રામાજી ઠાકોર, અલ્પેશ ઉર્ફ ટીનો ઠાકોર, રામ ગંભીરજી ઠાકોર અને લાલજી માસજી ઠાકોરે ફરિયાદી સાથે ગાળાગાળી કરી કરી જાનથી મારી નાખવાના ઇરાદે પાઈપો અને લાકડીઓ વડે હુમલો કરી ફરિયાદી તેમજ તેમના માણસોને લાકડીઓ માથાના ભાગે મારી ઇજાઓ પહોંચાડી જીવલેણ હુમલો કર્યો હતો. ફરિયાદીએ આરોપીઓ સામે સાંથલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તમામ આરોપીઓએ ચાર્જશીટ પછી રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેમની મહેસાણા સેસન્સ કોર્ટ રેગ્યુલર જમીન અરજી ફગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...