જીગ્નેશ મેવાણીને શરતી જામીન:મહેસાણામાં મંજૂરી વગર રેલી યોજવા મામલે સજા પડ્યા બાદ સેશન્સ કોર્ટેમાંથી રાહત, જોકે, ગુજરાત નહીં છોડવા આદેશ

મહેસાણા23 દિવસ પહેલા
  • ઉનાકાંડના એક વર્ષ નિમિત્તે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતનાઓએ મંજૂરી વગર રેલી કાઢતા ત્રણ મહિનાની સજા ફટકારાઈ હતી
  • મહેસાણાની સેશન્સ કોર્ટ આરોપીઓને પાસપોર્ટ જમા કરાવવા પણ આદેશ કર્યો

ગુજરાતના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મંજૂરી વગર રેલી કાઢવા બદલ મહેસાણા કોર્ટ 5 મેના રોજ ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી. આ સાથે મેવાણી પર એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જીગ્નેશ મેવાણી સહિત રેલી કાઢવા મામલે 10 લોકોને મહેસાણા કોર્ટ સજા ફટકારી હતી. ત્યારે આ અંગે આરોપીઓ દ્વારા કોર્ટમાં જામીન અરજી કરાઈ હતી. જેમાં આજે મહેસાણા સેશન્સ કોર્ટ ચુકાદો આપ્યો છે. જીગ્નેશ મેવાણી સહિત અન્ય આરોપીઓને ગુજરાત છોડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમજ અન્ય શરતો સાથે જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી.

જીગ્નેશ મેવાણી અને રેશમા પટેલ
જીગ્નેશ મેવાણી અને રેશમા પટેલ

નામદાર મેજિસ્ટ્રેટ કોર્ટ આરોપીઓને 3 માસની સજા ફટકારી છે
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત 10 આરોપીઓને વર્ષ 2017 ના જુલાઈ માસમાં વગર પરવાનગીએ રેલી કાઢવાના કેસમાં મહેસાણા નામદાર મેજિસ્ટ્રેટ કોર્ટ દોષિત ઠેરવી 3 માસની સજાનો હુકમ કર્યો હતો. આ હુકમમાં મહેસાણા સેશન્સ કોર્ટ સમક્ષ અપીલ અરજી ફાઇલ કરવામાં આવી હતી. જેમાં આજે જામીન અરજીની સુનાવણી દરમિયાન વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ,રેશમા પટેલ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર સુબોધ પરમાર સહિતના દોષિતને વગર પરવાનગીએ ગુજરાત નહી છોડવાની તેમજ પાસપોર્ટ જમા કરાવવાનની અને જામીન સ્વરૂપે મળેલી સ્વતંત્રતાનો ઉપયોગ કરી અન્ય ગુનામાં સામેલ ન થવાની તેમજ કોઈ મિલકત હોય તો એના પુરાવા રજૂ કરવાની શરતો મુજબ જામીન આપવામાં આવ્યા હતા.

મહેસાણાથી ધાનેરા સુધી રેલી યોજી હતી
ઉલ્લેખનીય છે કે, ઉનાકાંડના એક વર્ષ નિમિત્તે આઝાદી કૂચનું આયોજન મહેસાણાથી બનાસકાંઠાના ધાનેરા સુધી કરવામાં આવ્યું હતું. જેમાં રેલીની મંજૂરી નહોતી એવા કારણોસર જીગ્નેશ મેવાણી અને અન્ય સામે ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે તાજેતરમાં મહેસાણા કોર્ટે સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...