ચેક રિટર્નના કેસમાં સજા:વિજાપુરના શખ્સને ચેક રિટર્નના કેસમાં કોર્ટે છ મહિનાની સજા ફટકારી

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિજાપુરની ગોકુલ પાર્ક સોસાયટીમાં રહેતા આકાશ હર્ષદભાઈ ઠક્કરને અઢી વર્ષ પૂર્વ ધંધા અર્થે નાણાંની જરૂરિયાત હોય સોસાયટીમાં જ રહેતા મિત્ર કલ્પેશ તારાચંદભાઈ ઠક્કર પાસેથી તારીખ 15 મી મેં 2020ના રોજ 4 લાખ સાડા ત્રણ મહિનામાં પરત આપવામાં વાયદે લીધા હતા. જોકે, વાયદા પ્રમાણે નાણા પરત ન કરતા ઉઘરાણી કરી હતી ન કરતા ઉઘરાણી કરી હતી.તેથી કલ્પેશભાઈ ઠક્કરને ચેક આપ્યો હતો. આ ચેક બેન્કમાંથી પરત ફર્યો હતો. ચેક પરત ફરતા કલ્પેશભાઈ ઠક્કરે વિજાપુર કોર્ટમાં આકાશ ઠક્કર સામે ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી.સદર કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષના વકીલ પી.પી.વ્યાસની દલીલો આધારે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.કે.જાદવે આ કેસમાં આરોપી આકાશ હર્ષદભાઈ ઠક્કરને તકસીરવાન ઠરાવી છ મહિના કેદ અને રૂ 3 લાખ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...