• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Counting Of Votes Will Be Held At 10 Places In Mehsana District Tomorrow, The Picture Of Defeat And Victory Of 315 Sarpanches Will Be Clear.

મતગણતરીની તૈયારીઓ:મહેસાણા જિલ્લામાં આવતીકાલે 10 સ્થળો પર મતગણતરી હાથ ધરાશે, 315 સરપંચોની હાર જીતનું ચિત્ર સ્પષ્ટ થશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 104 ગ્રામપંચાયતના 315 સરપંચ અને 844 સભ્ય પદના ઉમેદવારનું ભાવિ મત પેટીઓમાં સીલ છે

મહેસાણા જિલ્લામાં 104 ગ્રામપંચાયતની ચૂંટણી રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં સાંજે 5 કલાકે સુધીમાં જિલ્લામાં 72.33% મતદાન થયું હતું. જિલ્લામાં 104 ગામોમાં સરપંચ બનવા ચૂંટણી લડતા 315 ઉમેદવાર અને 362 વોર્ડમાં સભ્ય પદ માટે મેદનમાં રહેલા 844 ઉમેદવારનું ભાવિ મતદાન પેટીઓમાં સીલ છે. જે આવતીકાલે તમામ ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

જિલ્લામાં 10 સ્થળો પર થશે મતગણતરી

મહેસાણા જિલ્લામાં આવતીકાલે ગ્રામપંચાયતમાં થયેલા મતદાનની ગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં તમામ તાલુકામાં તંત્રએ કેન્ડ નક્કી કરી જાહેર કર્યા છે. જેમાં મહેસાણા તાલુકામાં જિલ્લા સહકારી સંઘ સુખાપુરા ખાતે મતગણતરી હાથ ધરાશે. ઊંઝામાં બંસીધર વિદ્યાલય વાડી પરા ચોક, જોટાણામાં સ્થાનિક કોલેજ એન.પી.પટેલ પોલીટેક્નિકમાં મતગણતરી હાથ ધરાશે.

બહુચરાજીમાં ગવર્મેન્ટ આર્ટસ કોલેજ, વિજાપુરમાં વી.આર. ઝવેરી હાઇસ્કુલ કડીમાં દેત્રોજ રોડ પર આવેલી આદર્શ હાઇસ્કુલ, વિસનગરમાં નૂતન સર્વ વિદ્યાલય, સતલાસણામાં પ્રજાપતિ આર્ટસ કોલેજ, વડનગરમાં મામલતદાર મિટિંગ હોલ ખાતે અને ખેરાલુમાં પણ મામલતદાર કચેરી મિટિંગ હોલ ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...