પરિણામ:પાલિકા-તાલુકા પંચાયતની 4 બેઠકોની આજે મત ગણતરી, કલાકમાં જ પરિણામ

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકાના વોર્ડ નં.11 અને વડનગરના વોર્ડ નં.7 તેમજ તા.પં. વડસ્મા અને રાણપુર બેઠકના 11 ઉમેદવારોનું ભાવિ ખુલશે

મહેસાણા નગરપાલિકાના વોર્ડ નં.11માં ત્રણ અને વડનગર પાલિકાના વોર્ડ નં.7માં બે તેમજ સતલાસણા તાલુકા પંચાયતની રાણપુર બેઠક અને મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠકના ત્રણ-ત્રણ મળી કુલ 11 ઉમેદવારોનું ભાવિ મંગળવારે સવારે 9 વાગે ઇવીએમમાંથી ખુલશેે. ચૂંટણી તંત્રના સૂત્રોએ કહ્યું કે, મત ગણતરી શરૂ થયાના અડધાથી એક કલાક આસપાસમાં પરિણામ આવી જશે.

મહેસાણા પાલિકાના વોર્ડ નં. 11ની મત ગણતરી ટીબી રોડ સિવિક સેન્ટર ખાતે કરાશે. અહીં ત્રણ ટેબલે મત ગણતરી શરૂ થશે. આ વોર્ડના કુલ 14 બુથ હોઇ 5 રાઉન્ડના અંતે પરિણામ જાહેર થશે. વડનગર પાલિકાના વોર્ડ નં.7ની મત ગણતરી મામલતદાર કચેરીએ થશે. આ વોર્ડના 4 બુથ હોઇ મત ગણતરી માટે એક ટેબલની વ્યવસ્થા કરાઇ છે. રાણપુર બેઠકની મત ગણતરી સતલાસણા મામલતદાર કચેરીએ યોજાશે. અહીં એક ટેબલ ઉપર કુલ 5 બુથની મત ગણતરી કરી પરિણામ જાહેર કરાશે. વડસ્મા બેઠકની મત ગણતરી મહેસાણા મામલતદાર કચેરીએ હાથ ધરાશે. એક ટેબલ ઉપર કુલ 10 બુથની મત ગણતરી બાદ પરિણામ જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...