મતગણતરી:મહેસાણામાં વહેલી સવારથી મતગણતરી, જિલ્લાની 49 ગ્રામ પંચાયતમાં કોણ બન્યું સરપંચ વાંચો લિસ્ટ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે કહી ખુશી કહી ગમના દ્રશ્યો પણ જોવા મળશે

મહેસાણામાં વહેલી સવારથી મતગણતરી શરૂ મત ગણતરી કેન્દ્ર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેન્દ્ર બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી છે. આજે મહેસાણા જિલ્લાના 315 સરપંચ પદના ઉમેદવારોનું ભાવિ નક્કી થવા જઇ રહ્યું છે. ત્યારે આજે કહી ખુશી કહી ગમના દ્રશ્યો પણ જોવા મળશે. મહેસાણા ખાતે મતગણતરી કેન્દ્રમાં ઉમેદવાર ખુરશીઓ પર ચડ્યા હતા. એનાઉન્સમેન્ટ કરવા છતાં હોલમાં મતગણતરી દરમિયાન ખુરસી પર ચડી હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી પર ફરજ બજાવતા કર્મીઓએ પોલીસ બોલાવી ઉમેદવારોને શાંત પાડયા હતા.

કડીના 19 ગામમાં કોણ બન્યું સરપંચ

વડનગરના ગણેશપુરા ગામના સરપંચ તરીકે નિર્મલ કુમાર પટેલ વિજેતા
વડનગરના બાદરપુર ગામના સરપંચ તરીકે તાહેરાબેન રોકડીયા વિજેતા
વડનગરના બાજપુરા જગાપુરા ગામના સરપંચ તરીકે શારદાબેન ઠાકોર વિજેતા
વડનગરના નવાપુરા ગામના સરપંચ તરીકે રંજનબેન ઠાકોર વિજેતા
ખેરાલુના નોરતોલ ગામના સરપંચ તરીકે દિવાનજી ઠાકોર વિજેતા
ખેરાલુના મહિયલ ગામના સરપંચ તરીકે ઘેમરભાઈ ચૌધરી વિજેતા
સતલાસણાના ફતેપુરા ગામના સરપંચ તરીકે દક્ષાબેન ઠાકોર વિજેતા
સતલાસણાના ઉમરેચા ગામના સરપંચ તરીકે પરઘીભાઈ પટેલ વિજેતા
સતલાસણાના ધારાવાણિયા ગામના સરપંચ તરીકે નીલમબા પરમાર વિજેતા
સતલાસણાના ઓટલપુર ગામના સરપંચ તરીકે ભૂપત જી ઠાકોર વિજેતા
સતલાસણાના ચેલાણા ગામના સરપંચ તરીકે હંસા બેન ચૌધરી વિજેતા
વિજાપુરના સયાજીનગર સરપંચ તરીકે દેવેન્દ્ર ભાઈ પટેલ વિજેતા
વિજાપુરના ગુદરાસણ ગામ ના સરપંચ તરીકે સરોજબેન પ્રજાપતિ વિજેતા
વિજાપુરના ફલૂ ગામ ના સરપંચ તરીકે નારાયણ ભાઈ પહાડીયા વિજેતા
વિજાપુરના રામપુરા ગામના સરપંચ તરીકે રમણ ભાઈ પટેલ વિજેતા
વિજાપુરના આસોડા ગામના સરપંચ તરીકે રમેશભાઈ રાવળ વિજેતા
વિજાપુરના માણેકપુરા ગામના સરપંચ તરીકે રમેશભાઈ પટેલ વિજેતા
વિજાપુરના આંબાસણ ગામના સરપંચ તરીકે આશાબેન પટેલ વિજેતા

મહેસાણાના અંબાસણ ગામે સરપંચ પદે જગદીશ કુમાર વિજેતા
કડીના પઢરપુરા ગામે સરપંચ તરીકે કંચન બેન પટેલ વિજેતા
કડીના પાલલી ગામે સરપંચ તરીકે ભરતભાઈ રબારી વિજેતા
કડીના નરસિંહપુરા ગામે સરપંચ તરીકે કલ્પેશ કુમાર પટેલ વિજેતા
કડીના અંબાવપુરા ગામે સરપંચ તરીકે લાઘીબેન રબારી વિજેતા
કડીના નવાપુરા ગામે સરપંચ તરીકે પ્રકાશભાઇ રબારી વિજેતા
કડીના જાદવપુરા ગામે સરપંચ તરીકે વસંતી બેન ઠાકોર વિજેતા
કડીના કમળાપુરા ગામે સરપંચ તરીકે કંચનબેન પટેલ વિજેતા
કડીના બુડાસણ ગામે સરપંચ તરીકે આશાબેન રબારી વિજેતા

બેચરાજીના પ્રતાપગઢ ગામે સરપંચ તરીકે ફાલ્ગુનકુમાર પટેલ વિજેતા
બેચરાજીના દેથલી ગામે સરપંચ તરીકે દેસાઈ પુરીબેન શંકરભાઇ વિજેતા
બેચરાજીના ધનપુરાના સરપંચ તરીકે લાલજીભાઈ દેસાઈ વિજેતા

વડનગર તાલુકા ના જગાપુર ગામમાં ઠાકોર રાજુજીની ભવ્ય જીત થતા સમગે ગામમાં ઢોલ ઢબુકયા મોટી સંખ્યામાં ગામ લોકોએ વિજય સરઘસ નિકાળ્યું હતું. જેમાં વિજય બનેલા સરપંચને ખુલી ગાડીમાં બેસાડી વાજતે ગાજતે ગામમાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ ઢોલ નગારાં અને ફટાકડા સાથે ગામ લોકોએ નવા સરપંચને આવકાર્ય હતા. મહેસાણા તાલુકાના વિરમપુરા ગામમાં 517 વોટે સરપંચ તરીકે હરેશ કુમાર પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. મહેસાણા તાલુકાના ખરસડા ગામમાં નટવરજી બાબુજી રાજપુરને સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહેસાણાના સહકારી સંઘ મંત કેન્દ્રમાં મતગણતરી દરમિયાન લાઈટ ગુલ થતાં હોલમાં અંધારપટ છવાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...