વાવેતર:મહેસાણા જિલ્લામાં 803 હેક્ટરમાં કપાસ, 587 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર શરૂ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લાની 2,87,845 હેક્ટરમાં ચોમાસુ સિઝનમાં વાવેતરના અંદાજ સામે પ્રથમ સપ્તાહમાં 1390 હેક્ટરમાં વાવેતર થયું

મહેસાણા જિલ્લામાં ચોમાસુ સિઝનના અંત સુધીમાં 2.87 લાખ હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ મુકાયો છે. ખરીફ પાકના વાવેતરના પ્રથમ સપ્તાહમાં 1390 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં 803 હેક્ટરમાં પિયત કપાસનું અને 587 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે.

જિલ્લાના તમામ તાલુકામાં કપાસનું વાવેતર શરૂ થઇ ગયું છે. જ્યારે શાકભાજીનું વાવેતર માત્ર 2 તાલુકામાં શરૂ થયું છે. જેમાં વિજાપુર તાલુકામાં 566 હેક્ટરમાં અને વિસનગર તાલુકામાં 20 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરાયું છે. બીજી બાજુ 2,87,845 લાખ હેક્ટરના અંદાજમાં સૌથી વધુ 57,470 હેક્ટર વાવેતર કડી પંથકમાં અંદાજ મુકાયો છે.

આ ઉપરાંત મહેસાણામાં 44,360 હેક્ટર, વિજાપુરમાં 35,855 હેક્ટર, વિસનગરમાં 31,025 હેક્ટર, બહુચરાજીમાં 29,535 હેક્ટર, વડનગરમાં 24,289 હેક્ટર, ખેરાલુમાં 20,246 હેક્ટર, જોટાણામાં 16,117 હેક્ટર, સતલાસણામાં 15,710 હેક્ટરમાં અને ઊંઝામાં 13,238 હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ મુકાયો છે. ગત વર્ષે ચોમાસુ સિઝનમાં મહેસાણા જિલ્લામાં 2.85 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.

અન્ય સમાચારો પણ છે...