તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં કોરોનાના વળતા પાણી, આજે એકપણ કેસ નહીં

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા માં હજુ પણ 23 કેસ એક્ટિવ

મહેસાણા જિલ્લા માં છેલ્લા બે મહિના કાળ સમાન સાબિત થયા હતા. જેમાં દિવસે ને દિવસે કોરોના કૂદકે ને ભૂસકે વધી રહ્યો હતો ત્યારે સમગ્ર જિલ્લા માં બજારો સ્વૈચ્છિક પણે બંધ કરવાની ફરજ પડી જતી જે બાદ માં જિલ્લા માં છેલ્લા વિસ દિવસ થી કોરોના કેસો માં ઘટાડો નોંધતો રહ્યો છે જેમાં આજે મહેસાણા જિલ્લા માં 0 કેસ ના નોંધાતા તંત્ર અને નાગરિકો એ પણ હાશકારો અનુભવ્યો હતો.

જિલ્લા માં આજે નવા 642 સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમજ 5 દર્દીઓએ આજરોજ કોરોના ને માત આપી પોતાના ઘટે પરત ફર્યા હતા જિલ્લા માં હજુ પણ 23 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે.

જિલ્લા માં આજ દિવસ સુધી માં 130442 સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે જેમાંથી 117170 સેમ્પલ નેગેટિવ આવ્યા છે જેમાં ગઈ કાલે લીધેલા 645 સેમ્પલ નું રિજલ્ટ આવેલ જેમાં તમામ સેમ્પલ નું રિઝલ્ટ નેગેટિવ આવેલ અને અન્ય લેબ ખાતે 0 કેસ નોંધાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...