તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉ.ગુ. અપડેટ:વિસનગરમાં કોરોનાની એન્ટ્રી: જિલ્લામાં વધુ 6 કેસ

મહેસાણા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બુધવારે મહેસાણામાં 6, પાટણમાં 2 અને અરવલ્લી જિલ્લામાં 1 મળી વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા
 • જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 61એ પહોંચ્યો
 • છઠિયારડામાં બે,વડનગરના મોલીપુર અને વિજાપુરના જેપુરમાં એક-એક કેસ
 • વિસનગરની સ્વરાજ સોસાયટીમાં રહેતી 28 વર્ષિય અને તાલુકાના રંગપુરની 45 વર્ષિય મહિલાને કોરોના
 • તમામ દર્દીઓને કોરોના પોઝિટિવ વ્યક્તિઓનું સંક્રમણ થયાનું ખુલ્યું

મહેસાણા તાલુકાના છઠિયારડા ગામના નિવૃત્ત જમાદાર સહિત વધુ 6 વ્યક્તિઓનો બુધવારે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં તંત્ર દોડતું થઇ ગયું છે. આ તમામ દર્દીઓને કોરોના પોઝિટિવ વ્યક્તિઓનું સંક્રમણ થયું હોવાનું હાલના તબક્કે મનાય છે. દર્દીઓ મહેસાણા સાંઇક્રિષ્ણા હોસ્પિટલ અને વડનગર સિવિલમાં આઇસોલેટ કરાયા છે, ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગે તમામના સંપર્કમાં આવેલા 17થી વધુ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવા તજવીજ કરી છે. અત્યાર સુધી સલામત વિસનગર શહેરમાં પોઝિટિવ કેસ આવતાં આરોગ્ય વિભાગની ટીમોએ અહીં માઇક્રો પ્લાનિંગ હાથ ધર્યું છે. તો વિજાપુરના જેપુર રામનગર ગામના ચંદ્રકાન્ત સુરેશભાઇ પટેલ 24 એપ્રિલે અમદાવાદ ગયા બાદ કોરોના સંક્રમિત બન્યા હતા. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 61એ પહોંચ્યો છે.
વિસનગરની પાંચ સોસા., રંગપુર કન્ટેન્ટમેન્ટ ઝોન 
વિસનગર શહેરની સ્વરાજ સોસાયટીમાં રહેતી મહિલાને કોરોના પોઝિટિવ આવતાં મામલતદાર દ્વારા સ્વરાજ સોસાયટી, રામબાગ સોસાયટી, ઇશ્વરનગર સોસાયટી 1 અને 2, વૃંદાવન સોસાયટી, પંચવટી સોસાયટી તેમજ તાલુકાના રંગપુર ગામને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે.
વિસનગર, રંગપુરના સંક્રમિતોના સંપર્કમાં આવેલા 9 વ્યક્તિને ક્વોરન્ટાઇન કરાયા
વિસનગરનાં આશાબેન પટેલ અને રંગપુરનાં મધુબેન પટેલની લીધેલી હિસ્ટ્રીમાં ક્લોઝ સંપર્કમાં આવેલા 9ને ક્વોરન્ટાઇન કરાયાં છે. જ્યારે આશાબેને જ્યાં સારવાર લીધી છે તે ર્ડા. ભરતભાઇએ માસ્ક પહેરવા સહિતની તકેદારી સાથે સારવાર કરી સીધા કોન્ટેકમાં નહીં આવ્યા હોય તો તેમને કે સ્ટાફને ક્વોરન્ટાઇન નહીં કરાય તેમ આરોગ્ય વિભાગે કહ્યું છે. 
અમદાવાદ, સુરત સહિતના રેડઝોનમાંથી ગામડામાં પ્રવેશેલા લોકોથી સંક્રમણ વધ્યું છે
આરોગ્ય અધિકારી ર્ડા. વિનોદભાઇ પટેલે કહ્યું કે, અમદાવાદ, સુરત જેવા કોરોના રેડઝોનમાંથી આવેલા લગભગ 30 થી 40 વ્યક્તિ દરેક ગામોમાં પ્રવેશેલી છે. ત્યારે હોમ ક્વોરન્ટાઇનનું યોગ્ય પાલન ના થવાના કારણે સંક્રમણ વધ્યું હોવાનું કહી શકાય. આ સંજોગોમાં સાથે પૂરતી તકેદારી સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ તેટલું જ જરૂરી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો