તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લાના ગામડાઓમાં કોરોના બેકાબુ, આજે નવા 336 પોઝિટિવ કેસ નોંધાયા, 508 દર્દી ડિસ્ચાર્જ થયા

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે સૌથી વધુ કેસ મહેસાણા શહેરમાં અને સૌથી ઓછા કેસ ખેરાલુમાં નોંધાયા

મહેસાણા જિલ્લામાં આજે 1012 સેમ્પલ પૈકી 602 સેમ્પલનું રિજલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 362 નેગેટિવ આવ્યું હતું. અને 240 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ખાનગી લેબમાં 96 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ જિલ્લામાં આજે કુલ 336 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો બીજી બાજુ જિલ્લામાં આજે નવા 845 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ગ્રામ્ય વિસ્તારોમાં 212 નોંધાયા હતા

આજે જિલ્લામાં શહેરી વિસ્તારોમાં 124 કેસ નોંધાયા હતા. અને ગ્રામ્ય વિસ્તારોમાં 212 નોંધાયા હતા. આમ કુલ 336 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે 508 દર્દી કોરોનાને માત આપી પોતાના ઘરે પરત ફર્યા હતા. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આજે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4624 થઈ છે. જેમાં આજે મહેસાણા શહેરમાં સૌથી વધુ 68 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને સૌથી ઓછા કેસ ખેરાલુ તાલુકામાં નોંધાયા છે.

આજે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4624 થઈ

મહેસાણા શહેરમાં આજે 68 અને ગ્રામ્યમાં 39 , બેચરાજી ગ્રામ્યમાં 14, જોટાણા ગ્રામ્યમાં 6, કડી શહેરમાં 7 અને ગ્રામ્યમાં 31, ખેરાલુ શહેરમાં 2 અને ગ્રામ્યમાં 9, સતલાસણા ગ્રામ્યમાં 11, ઊંઝા શહેરમાં 16 અને ગ્રામ્યમાં 34, વડનગર શહેરમાં 7 અને ગ્રામ્યમાં 16, વિજાપુર શહેરમાં 6 અને ગ્રામ્યમાં 24, વિસનગર શહેરમાં 18 અને ગ્રામ્યમાં 28 આમ કુલ 336 પોઝિટિવ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...