તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવધાન:મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણ 30 ટકાએ પહોંચ્યું, હર્ડ ઇમ્યુનિટી માટે હજુ 40 ટકા ઓછું

મહેસાણા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જિલ્લામાં કોરોનાની નવી લહેરમાં 69.54% યુવા અને 30.46% વૃદ્ધો સંક્રમિત થયા

મહેસાણા શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. એપ્રિલના 6 દિવસમાં કોરોના સંક્રમણનો આંકડો 417 નોંધાઇ ચૂક્યો છે. જેમાં 290 દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના એટલે કે યુવાવર્ગના છે. જ્યારે 127 દર્દીઓ 51 વર્ષથી વધુ એટલે કે વૃદ્ધો છે.

છેલ્લા 6 દિવસનો સંક્રમણ રેશિયો જોઇએ તો 69.54 ટકા યુવાવર્ગ અને 30.46 ટકા વૃદ્ધો સંક્રમિત થયા છે. યુવાનોમાં વધતાં સંક્રમણની સ્થિતિ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા નિષ્ણાત ખાનગી તબીબો સાથે વાતચીત કરી કોરોનાની નવી લહેરની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં મહેસાણા શહેરમાં સંક્રમણ 30 ટકાએ પહોંચ્યું હોવાનું અને હર્ડ ઇમ્યુનિટી માટે હજુ 40 ટકા સંક્રમણ ઓછું હોવાનું જાણવા મળ્યું હતું. તો રાહતની બાબત એ છે કે અગાઉ સંક્રમિત થયેલા બીજીવાર સંક્રમિત નથી થયા.

નવી લહેરમાં રિપીટ સંક્રમિત આવતા નથી
એક સર્વે મુજબ મહેસાણા શહેરમાં સંક્રમણની સ્થિતિ 30 ટકા થઇ ચૂકી છે, 70 ટકા સંક્રમણ થાય તો હર્ડ ઇમ્યુનિટીની સ્થિતિ થાય. હર્ડ ઇમ્યુનિટીની સ્થિતિએ સંક્રમણ આગળ વધતું નથી. આ સ્થિતિ માટે હજુ 40 ટકાની ઘટ છે. નવાઇની વાત છે કે, આ નવી લહેરમાં અગાઉ સંક્રમિત થયા હોય તે બીજી વખત સંક્રમિત થયા હોય એવો એકપણ કેસ હજુ સુધી સામે આવ્યો નથી. > ડૉ. મુકેશ ચૌધરી, પ્રમુખ ઇન્ડિયન મેડિકલ એસોસીએશન

બીજી લહેરમાં યુવાવર્ગ વધુ સંક્રમિત થઇ રહ્યો છે
નવી લહેરમાં યુવાવર્ગ ટાર્ગેટ થઇ રહ્યો છે. તેની પાછળનાં બે કારણો છે. એક તો અગાઉ જેમને કોરોના થઇ ચૂક્યો છે તેઓ ફરીથી સંક્રમિત નથી થઇ રહ્યા અને બીજું કારણ એ કે, યુવાવર્ગ જ ઘરની બહાર વધુ નીકળી રહ્યો છે. સાવચેતી ન રાખતાં સંક્રમિત થઇ રહ્યા છે. તાવ, થાક અને શ્વાસ લેવામાં તકલીફ ઉપરાંત 2 થી 3 ટકા દર્દીઓ એવા આવી રહ્યા છે કે તેમને પેટની બીમારીની તકલીફ જણાઇ રહી છે.
> ડૉ. કેતન ચૌધરી, મહેસાણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો