તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Corona Transition Has Increased In North Gujarat Including Mehsana, Orders Of Education Assistant Will Be Awarded On Thursday, Devotees Flock To Bahucharaji

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ:મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું,શિક્ષણ સહાયકના હુકમો ગુરુવારે એનાયત કરાશે, બહુચરાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સમાચારો માત્ર એક ક્લિક પર

1 મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, 24 કલાકમાં કોરોનાના 223 પોઝિટીવ કેસ નોંધાયા
દિવાળી બાદ ઉત્તર ગુજરાતમાં પણ કોરોના પોઝીટિવ કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે આવા દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા તજવીજ શરૂ થઈ છે. ગાંધીનગર સિવિલના સત્તાધિશોએ ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે ખાલી બેડ ફાળવવા સંમતિ આપી છે. વિગતો મુજબ ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 223 કરતાં વધુ કેસ નોંધાઇ ચુક્યા છે. જ્યારે 247 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં મહેસાણા જિલ્લામાં 60, સાબરકાંઠામાં14, બનાસકાંઠામાં 52, ગાંધીનગરમાં 58 અને અરવલ્લી જિલ્લામાં 5 અને પાટણ જિલ્લામાં 34 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં દિવાળી પહેલાં કોરોના સંક્રમણમાં વધારો થતાં સિવિલ હોસ્પિટલ તથા અન્ય હોસ્પિટલમાં નવા વોર્ડ શરુ કરવામાં આવ્યાં હતાં. છેલ્લા અઠવાડિયા ઉત્તર ગુજરાતના સાંબરકાઠા , મહેસાણા સહિત વિસ્તાર કોરોના કેસના આંકડાઓ વધ્યા છે. આગામી દિવસો વધુ ટેસ્ટીંગ માટે તંત્ર સાબદુ બન્યું છે.

2 સરકારી ઉ. મા. શાળાઓમાં પસંદગી પામેલ શિક્ષણ સહાયકના હુકમો ગુરુવારે એનાયત કરાશે
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી 2019-20 અન્વયે રાજ્યમાં 19 નવેમ્બરે બપોરે 12 કલાકે શિક્ષણ સહાયકની નિમણૂંકોના હૂકમ એનાયત કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા પસંદગી પામેલ કુલ 96 શિક્ષણ સહાયકોને શ્રી એમ. પી. મહેતા, નાયબ નિયામક (મહેકમ) નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગરના અધ્યક્ષસ્થાને જિલ્લા શિક્ષણાધિકારી, બનાસકાંઠા પાલનપુર દ્વારા 19 નવેમ્બર ગુરુવાર ના રોજ બપોરે 12:૦૦ કલાકે પાલનપુર મુકામે સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, જહાંઆરા બાગની બાજુમાં નિમણુંક હુકમ એનાયત કરવામાં આવશે. તેમ બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

પાટણની રાણકી વાવ
પાટણની રાણકી વાવ

3 પાટણની રાણકીવાવની અત્યાર સુધીમાં 50 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી
દિવાળીના તહેવારોમાં લોકો કોરોનાની પરવા કર્યા વિના બેખૌફ થઈને બહાર ફરવા નીકળી પડ્યા છે. અનલૉકની પ્રક્રિયામાં હાલમાં પ્રવાસન સ્થળોને ખોલવામાં આવ્યાં છે. ત્યારે પ્રવાસીઓનો ધસારો પ્રવાસન સ્થળો પર પણ વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં પાટણની રાણકી વાવ જોવા લોકો ઉમટી પડ્યાં હતાં. છેલ્લા ત્રણ દિવસમાં 6 હજાર જેટલા પ્રવાસીઓએ રાણીની વાવ નિહાળી હતી. જૂન મહિનામાં અનલૉકની પ્રક્રિયા શરુ થઈ ત્યારથી પ્રવાસીઓ રાણકી વાવ જેવા સ્થળે ફરવા માટે આવી રહ્યાં છે. પ્રવાસન વિભાગે અહીં રોજની બે હજાર ટિકીટોનો ક્વોટા પણ ફાળવી આપ્યો છે. જે તમામ ટીકિટો ઓનલાઈન બુક પણ થઈ જાય છે. અત્યાર સુધીમાં રાણકી વાવની 50 હજાર જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.

4 ઈન્ડિયન મેડિકલ એસોસિએશન મોડાસા બ્રાંચના સભ્યોની નગરજનોને અપીલ
કોરોનાના વધી રહેલા કેસને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન મોડાસા બ્રાંચના સભ્યોએ મોડાસા શહેર તથા ગ્રામ્ય વિસ્તારની જનતાને અપીલ કરી હતી કે હાલની પરિસ્થિતિમાં ખૂબજ તકેદારી સાથે આગળ વધવું જોઈએ. કારણ વિના ઘરની બહાર નહીં નીકળવા તેમજ સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરવા, એક જગ્યાએ એકઠા નહીં થવા તેમજ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા પણ અપીલ કરી હતી. કોરોનાને લગતાં કોઈપણ લક્ષણ જોવા મળે તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા પણ અપીલ કરી હતી. સભ્યોએ લોકોને કહ્યું હતું કે ખોટી શેખી મારનારાઓથી દૂર રહો તેમજ અફવાઓથી સાવધાન રહો. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યોએ નગરજનોને કોરોના અંગેની માહિતી પણ આપી હતી.

બહુચરાજી મંદિરમાં દર્શનાર્થીઓએ મા બહુચરના દર્શન કર્યા
બહુચરાજી મંદિરમાં દર્શનાર્થીઓએ મા બહુચરના દર્શન કર્યા

5 યાત્રાધામ બહુચરાજીમાં નવા વર્ષે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટ્યું
મહેસાણા જિલ્લાના બહુચરાજી યાત્રાધામમાં માં બહુચરના દર્શન માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઊમટ્યું હતું. છેલ્લા બે દિવસમાં અહીં એક લાખથી વધારે શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યાં હોવાનો અંદાજ છે. દિવાળીના તહેવાર અને નવા વર્ષને લઈ શ્રદ્ધાળુઓ પોતાના વાહનો તથા એસટી બસની સુવિધા મારફતે બહુચરાજીમાં બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરના દર્શન માટે પધારી રહ્યાં છે. દર્શન માટે આવતા લોકોને દર્શન પથ પરથી જ દર્શન માટે પ્રવેશ આપવામાં આવે છે. બીજી બાજુ વેપારીઓમાં પણ મંદિરના બે દરવાજા બંધ હોવાથી રજુઆતો કરી હોવા છતાં દરવાજા નહીં ખોલાતા વિરોધના સુર પેદા થયાં છે. વેપારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા આઠેક મહિનાથી મંદિર બંધ છે જેથી હવે ધાર્મિક સ્થળો ખોલવામાં આવ્યાં છે ત્યારે મંદિરના બે દરવાજા બંધ હોવાથી અમારી રોજગારી પર અસર થઈ રહી છે.

6 બનાસકાંઠાના જલોતરાથી સિસરાણા ગામ સુધીનો 11 કિલોમીટરનો રોડ 20 વર્ષથી ખરાબ
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોતરા ગામથી સિસરાણા ગામ સુધીનો 11 કિલોમીટરનો રોડ 20 વર્ષથી ખરાબ છે. 20 વર્ષમા ભાજપ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વચનો આપી ગયા પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે. લોકોની સુખાકારી માટે બનાસકાંઠાના 20 ગામના લોકો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીને રોડ માટે વર્ષોથી રજૂઆત છે. જલોત્રાથી શિક્ષણ સુધીના 11 કિલોમીટરનો માર્ગ એટલી હદે બિસ્માર બન્યો છે કે વાહન ચાલકોની અને સ્થાનિકોની મુશ્કેલીનો પાર નથી.. ડીલેવરી માટે લઈ જતી પ્રસૂતાને આ રોડમાં પડેલા ખાડાઓને કારણે રોડ પર જ પ્રસૂતિ થઇ હોવાના બેથી ત્રણ બનાવો પણ બન્યા છે.આવા ગંભીર બનાવોને લઈને લોકોએ પણ રજૂઆત કરી છે. પરંતુ વહીવટી તંત્ર અને સરકારે આ 20 ગામો પ્રત્યે દુર્લક્ષ સેવ્યું હોય તેમ આ લોકોની કોઈ પણ પ્રકારની દરકાર લીધી નથી.

અનેક રજુઆતો બાદ પણ જલોતરાનો 11 કિલોમીટરનો રોડ બિસ્માર હાલતમાં
અનેક રજુઆતો બાદ પણ જલોતરાનો 11 કિલોમીટરનો રોડ બિસ્માર હાલતમાં

7 ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 5 ડીગ્રી સુધી નીચો જવાની આગાહી
ઉત્તર ભારતમાં હિમવર્ષા શરુ થવાને લીધે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં વહેલી સવારે ઝાકળ, બપોરે ગરમી અને રાત્રે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષાને લીધે આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી સુધીમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાશે, નલિયા સહિત ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી નીચો જવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

8 ઊંઝાના ઉમિયા માતાજીના દર્શન કરીને ST બસમાં મોરબી જઈ રહેલા આધેડને હાર્ટએટેક આવતાં મોત નીપજ્યું
ઊંઝાના ઉમિયા માતાજીના દર્શન કરીને ST બસમાં પત્ની સાથે મોરબી જઈ રહેલા આધેડને ચાલુ બસે હાર્ટએટેક આવ્યો હતો. તેમનું ચાલુ બસમાં જ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોઁધ કરવામાં આવી છે. 17 નવેમ્બરે સાંજના સમયે ઊઁઝાથી ST બસમાં વસંતભાઈ તેમના પત્ની સાથે મોરબી જઈ રહ્યાં હતાં. ત્યારે મોરબી નજીક ઘુટુ ગામ પાસે બસ પહોંચતા વસંતભાઈના પત્ની કંચનબેને વસંતભાઈને જગાડવાની કોશિશ કરેલ હતી. પરંતુ વસંતભાઈ જાગેલ નહિ. જેથી, કંચનબેને તેમના સગા-સબંધીને મોરબીના નવા બસ સ્ટેન્ડએ બોલાવેલ હતા. અને વસંતભાઈને બસમાંથી ઉતારી મોરબી સરકારી હોસ્પીટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે વસંતભાઈને તપાસીને હાર્ટ એટેક આવવાના કારણે વસંતભાઈનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો