કોરોના:મહેસાણામાં નોકરી આવેલા પરપ્રાંતિય યુવાનને કોરોના

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવક નોકરી પર હાજર થયા પહેલાં રિપોર્ટ કરાવ્યો
  • 10 દિવસ બાદ મહેસાણા જિલ્લામાં વધુ એક કોરોનાનો કેસ નોંધાતાં એક્ટીવ કેસ 2 થયા

મહેસાણા જિલ્લામાં મધ્યપ્રદેશથી રોજગારી માટે આવેલો યુવક નોકરી પર હાજર થાય તે પહેલાં કરેવાલો કોરોના રિપોર્ટ શનિવારે પોઝિટવ આવ્યો હતો. 10 દિવસ બાદ વધુ એક પોઝિટિવ કેસ નોંધાતાં એક્ટીવ કેસની કુલ સંખ્યા 2 થઇ છે.ગત તા.3 નવેમ્બરે ઊંઝા શહેરમાં 5 વર્ષનું બાળક કોરોના સંક્રમિત થયા બાદ શનિવારે મહેસાણા શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યો હતો. મધ્યપ્રદેશથી મહેસાણા જિલ્લામાં રોજગારી માટે આવેલો યુવક મહેસાણાની એક હોટલમાં રોકાયો હતો. નોકરી પર હાજર થયા પહેલાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કોરોના સામાન્ય લક્ષણો જણાતાં આરોગ્ય વિભાગે સંક્રમિત પરપ્રાંતિય યુવકને હોટલમાં જ કોરેનટાઇન કર્યો છે. આ સાથે આરોગ્ય વિભાગે સંક્રમિત યુવકે વેક્સિનના ડોઝ લીધા છે કે કેમ સહિતની માહિતી એકત્રિત કરી મધ્યપ્રદેશના આરોગ્ય વિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે મહેસાણા જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની કુલ સંખ્યા 2 થઇ છે.

અન્ય સમાચારો પણ છે...