તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Corona Recovery Rate In North Gujarat Is 90.31 Per Cent, One Per Cent Less Than The State: Highest Rate Is 96.59 Per Cent In Banaskantha, 88.97 Per Cent In Mehsana

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એનાલિસિસ:ઉત્તર ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 90.31 ટકા,રાજ્યથી એક ટકો ઓછો : સૌથી ઊંચો દર બનાસકાંઠા નો 96.59, મહેસાણામાં 88.97 ટકા

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા 3 મહિનામાં કોરોના રિકવરી દરમાં 20.89 ટકાનો વધારો : 5 સપ્ટેમ્બરે 67.62 ટકા હતો, 5 ડિસેમ્બરની સ્થિતિએ 88.51 ટકા થયો

કોરોનાકાળના 9 મહિનામાં ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 17 હજારને લગોલગ પહોંચી ગઇ છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 16,992 પૉઝિટિવ કેસની સામે 15,347 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ઘરવાપસી કરી છે. એટલે કે, ઉત્તર ગુજરાતમાં દર્દીઓ સાજા થવાનો દર 90.31 ટકાએ પહોંચ્યો છે. જે ગુજરાતના 91.35 ટકાથી એક ટકો ઓછો છે. દર્દી સાજા થવામાં સૌથી સારી સ્થિતિ બનાસકાંઠા જિલ્લાની છે.

અહીં અત્યાર સુધીમાં નોંધાયેલા 4079 કેસની સામે 3940 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. એ જ પ્રમાણે બીજા ક્રમે સાબરકાંઠામાં દર્દી સાજા થવાનો દર 98.95 ટકા છે. ત્રીજા ક્રમે મહેસાણા 88.97 ટકા, ચોથા ક્રમે પાટણ 87.74 ટકા અને પાંચમા ક્રમે અરવલ્લી જિલ્લામાં સાજા થવાનો દર 83.15 ટકા નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં છેલ્લા 3 મહિનામાં કોરોના રિકવરી દરમાં 20.89 ટકાનો વધારો નોંધાયો છે. 5 સપ્ટેમ્બરના રોજ 1711 કેસની સામે 1157 દર્દીઓ સાજા થતાં રિકવરી દર 67.62 ટકા હતો. 5 ડિસેમ્બરની સ્થિતિએ 5797 કેસની સામે 5131 દર્દીઓ સાજા થતાં આ દર વધીને 88.51 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યના 33 જિલ્લામાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 51724 નોંધાયા છે. તે પછી સુરત 44904, વડોદરા 20992, રાજકોટ 17161, જામનગર 9452, ગાંધીનગર 6996 પછી સાતમા ક્રમે મહેસાણા જિલ્લામાં 5767 કેસ નોંધાયા છે. કેસની દ્રષ્ટીએ બનાસકાંઠા 4079 કેસ સાથે રાજ્યમાં 10મા ક્રમે, પાટણ 3755 કેસ સાથે રાજ્યમાં 11મા ક્રમે, સાબરકાંઠા 2370 કેસ સાથે રાજ્યમાં 19મા ક્રમે અને અરવલ્લી જિલ્લો 1021 કેસ સાથે રાજ્યમાં 27મા ક્રમે આવે છે.

સૌથી વધુ દર્દીઓ સાજા થયા હોય તેવા જિલ્લાઓમાં મહેસાણા 5131 કેસ સાથે રાજ્યમાં 8મા ક્રમે, બનાસકાંઠા 3940 કેસ સાથે રાજ્યમાં 10મા ક્રમે, પાટણ 3295 કેસ સાથે રાજ્યમાં 11મા ક્રમે, સાબરકાંઠા 2132 કેસ સાથે રાજ્યમાં 20મા ક્રમે અને અરવલ્લી જિલ્લો 849 કેસ સાથે રાજ્યમાં 30મા ક્રમે છે. રાજ્યમાં સૌથી વધુ 46495 દર્દી અમદાવાદમાં સાજા થયા છે.

એક્ટીવ કેસ : મહેસાણા રાજ્યમાં 6ઠ્ઠા ક્રમે
એક્ટીવ કેસની સ્થિતિ જોઇએ તો રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 3120, વડોદરામાં 1829, સુરતમાં 1797, રાજકોટમાં 1550 અને ગાંધીનગરમાં 747 પછી છઠ્ઠા ક્રમે મહેસાણા જિલ્લો આવે છે. મહેસાણામાં 602 એક્ટીવ કેસ છે. 8મા ક્રમે પાટણમાં 408, 14મા ક્રમે સાબરકાંઠામાં 225, 23મા ક્રમે અરવલ્લીમાં 147 અને 25મા ક્રમે બનાસકાંઠામાં 105 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો