તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર:ઉત્તર ગુજરાતમાં કોરોનાનો ફરી ઉથલો, એક જ દિવસમાં 102 કેસ

મહેસાણા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ પાટણમાં 45 કેસ,મહેસાણામાં 26,બનાસકાંઠામાં 21, સાબરકાંઠામાં 10 કેસ નોંધાયા
  • મહેસાણા સિવિલના રેડિયોલોજિસ્ટના પત્ની અને આસિસ્ટન્ટ નર્સનો પુત્ર પોઝિટિવ,26 કેસ પૈકી શહેરમાં 17 અને ગામડામાં 9 કેસ

ઉત્તર ગુજરાતમાં મંગળવારે એક દિવસમાં 102 કેસ નોંધાયા હતા.જેમાં સૌથી વધુ પાટણ જિલ્લામાં 45 કેસ નોંધાયા છે.જ્યારે મહેસાણામાં 26,બનાસકાંઠામાં 21 અને સાબરકાંઠામાં 10 કેસ નોંધાયા છે. અનલોક પછી ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત થઈ રહેલો વધારો તંત્ર માટે માથાનો દુખાવો બની ગયો છે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં તબીબ અને સ્ટાફ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે તેમનો પરિવાર પણ તેમાંથી બાકાત રહી શક્યા નથી.

સિવિલ ક્વાર્ટરમાં રહેતા હોસ્પિટલના આસિસ્ટન્ટ નર્સ ગુરુના પોઝિટિવ છે ત્યારે તેમનો 18 વર્ષનો પુત્ર પણ થયો છે જ્યારે બીજી બાજુ સિવિલના રેડીયોલોજીસ્ટ ની પત્નીને પણ તેમને ચેપ લાગ્યો છે. મહેસાણા જિલ્લામાં મંગળવારે નવા 26 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે જેમાં 17 અબૅન અને નવ રૂરલમા કેસ આવ્યા છે જે જોતા શહેરી વિસ્તારમાં સંક્રમણ વધ્યુ છે. મહેસાણામાં 10, ઊંઝા 4, કડી 3, વિસનગર 6, વડનગર 2, વિજાપુર 1 પોઝિટિવ કેસ આવ્યો છે તમામ દર્દીઓને તાત્કાલીક આઇસોલેટ કરાયા હતા અને તેમના સંપર્કમાં આવેલા ઓને ક્વોરન્ટાઈન કરવા તજવીજ હાથ ધરાઇ છે.

મંગળવારે કોરોનાના લક્ષણો ધરાવતા 71 દર્દીઓ ના સેમ્પલ લઈપરીક્ષણ અર્થે મોકલી અપાયા છે, ત્યારે માત્ર ત્રણ દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઇ હતી.હાલમાં 295 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

પાટણમાં સબજેલના સાત કેદીઓ ,બે પોલીસકર્મી સહિત 45 વ્યકિત સંક્રમિત
પાટણ શહેરમાં ફરી કોરોનાના કેસો વધતાં શહેરમાં કોરોના ગ્રાફ ઊંચકાતાં શહેરીજનોમાં સંક્રમણનો ભય વધી રહ્યો છે. મંગળવારે પાટણ તાલુકામાં 17 મળી જિલ્લામાં પ્રથમ વખત એક સાથે 45 કેસોનો વિસ્ફોટ થતાં જિલ્લામાં કોરોનાને લઇ ફફડાટ ફેલાયો છે. પાટણ સબજેલના સાત કેદી સહિત એક પોલીસકર્મી સાથે શહેરમાં 7 મળી તાલુકામાં કુલ 17 કેસો,ચાણસ્મા શહેરમાં 3 અને તાલુકામાં 3 મળી 6, હારિજ શહેરમાં એક પોલીસકર્મી સહિત 2 તાલુકામાં બે મળી 4, રાધનપુર શહેરમાં બે અને તાલુકામાં 3 મળી 5, શંખેશ્વરમાં એક અને તાલુકામાં 2 મળી 3, સાંતલપુર તાલુકામાં 2, સમી તાલુકામાં 3 અને સિદ્ધપુરના નેદ્રા અને સરસ્વતી જંગરાલ ગામમાં એક મળી વધુ 45 કેસો નોંધાતાં કુલ કેસનો આંકડો 1673 થવા પામ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં 10 કોરોના દર્દીઓ
સા.કાં. જિલ્લામાં મંગળવારે વધુ 10 જણાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેમાં હિંમતનગરમાં 6, ઇડરમાં 2, તલોદ અને ખેડબ્રહ્મામાં 1- 1 વ્યક્તિ સંક્રમિત થયા હતા જ્યારે 11 દર્દી કોરોના મુક્ત બનતાં રજા અપાઈ હતી. હિંમતનગર માં 6 કેસ નોંધાયા હતા. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં બોમ્બે સોસાયટીમાં 60 વર્ષીય મહિલા, સવગઢ તમન્ના બંગ્લોઝમાં 66 વર્ષીય પુરૂષ, નુતન સોસાયટી સહકારીજીન ખાતે 67 વર્ષીય પુરૂષ, મંગલમ સ્ટ્રીટ મહાવીરનગરમાં 26 વર્ષીય પુરૂષ, જહીરાબાદ ખાતે 60 વર્ષીય પુરૂષ, તબેલા વિસ્તાર પોલોગ્રાઉન્ડમાં 43 વર્ષીય મહિલા, ઇડરમાં વડીયાવીર-ભાણપુર ગામમાં 34 વર્ષીય પુરૂષ, મહાવીરનગર પાસે ૫૨ વર્ષીય પુરૂષ, તલોદમાં કેશવ બંગ્લોઝ હિંમતનગર રોડ પાસે 53 વર્ષીય પુરૂષ, ખેડબ્રહ્મામાં દેલવાડા કંપામાં 47 વર્ષીય પુરૂષનો કોવિડ - 19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...