મહેસાણા જિલ્લામાં 3 દિવસ બાદ શુક્રવારે કોરોનાના કેસ 50થી વધુ 89 નોંધાયા છે. બીજી બાજુ સ્વાઇન ફ્લુના 3 સેમ્પલ પૈકી 1 દર્દી પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જિલ્લામાં સારવાર લેતા સ્વાઇન ફ્લુના દર્દીની સંખ્યા 2 થઇ છે.જિલ્લામાં શુક્રવારે શહેરી વિસ્તારમાંથી 26 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 63 સહિત કોરોનાના 89 કેસ નોંધાયા હતા.
આ અગાઉ ગત 1 ઓગસ્ટે 75 નોંધાયા હતા. 2 થી 4 ઓગસ્ટ સુધી 50થી ઓછા આવ્યા હતા. સૌથી વધુ મહેસાણામાં 25, ઊંઝામાં 18, વિજાપુરમાં 12, જોટાણામાં 10, બહુચરાજીમાં 8, કડીમાં 6, વિસનગરમાં 5, વડનગરમાં 4 અને ખેરાલુમાં 1 કેસ નોંધાયો હતો. જ્યારે 97 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા હતા. જેને લઇ સતત ચોથા દિવસે એક્ટિવ કેસમાં ઘટાડા સાથે સંખ્યા 334 થઇ છે. આરોગ્ય વિભાગે લીધેલા 1741 સેમ્પલ સાથે કુલ 1897 શંકાસ્પદ સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ રહ્યો છે.
સ્વાઈનફ્લૂથી અમીરગઢના ચેખલાની પ્રસૂતાનું મોત
અમીરગઢ તાલુકાના ચેખલા ગામની નિમનબા જયરાજસિંહ ચૌહાણ નામની પ્રસૂતા વડગામના ધોરી ગામે પિયરમાં હતી. 22 જુલાઈએ શર્દી અને ખાંસીના લક્ષણો જણાતા ખાનગી દવાખાને સારવાર લીધી પણ તબીયતમા સુધારો ન જણાતા પાલનપુરની ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધી પરંતુ સારું ન થતાં 26 જુલાઈએ પાલનપુર સીવીલમાં દાખલ થઈ અને બીજા દિવસે સ્વાઇન ફ્લુનુ સેમ્પલ સોલા સીવીલમાં લેબમાં મોકલ્યું હતું જ્યાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને સપ્તાહ બાદ મોત નિપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.