છેલ્લા બે વર્ષમાં મોતની સરખામણીએ જન્મદરમાં ઘટાડો:મહેસાણા શહેરમાં વર્ષ 2020ની તુલનાએ 2021માં કોરોનાથી મૃત્યુદર વધ્યો, જ્યારે જન્મદરમાં ઘટાડો

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા શહેરમાં વર્ષ 2020માં શહેરમાં 8025 અને 2021માં કુલ 7347 બાળકના જન્મ નોંધાયા3
  • પાલિકાની જન્મ-મરણ શાખામાં વર્ષ 2020માં 2950 જ્યારે 2021 દરમિયાન કુલ 3919 વ્યક્તિનાં મોત નોધાયાં

મહેસાણા શહેરમાં વર્ષ 2020ની સરખામણીએ વર્ષ 2021 માં મૃત્યુ દર વધ્યો છે, જ્યારે જન્મદર ઘટ્યો છે. વર્ષ 2020 કરતાં વર્ષ 2021માં 969 મૃત્યુ વધુ નોધાયા છે, ગત વર્ષ દરમિયાન કોરોનાની બીજી લહેર હતી અને આ દરમ્યાન મૃત્યુનું પ્રમાણ શહેરમાં વધુ રહ્યુ છે. નગરપાલિકાની જન્મ-મરણ શાખાની વિગતો પ્રમાણે વર્ષ 2020 દરમ્યાન સ્ત્રી અને પુરુષ મળીને કુલ 2950 વ્યક્તિના મોત નોધાયા છે, જ્યારે વર્ષ 2021 દરમ્યાન કુલ 3919 વ્યક્તિના મોત નોધાયા છે.

મહેસાણા શહેરમાં વર્ષ 2020 દરમિયાન 2950 અને વર્ષ 2021 દરમિયાન 3919 વ્યક્તિઓના મૃત્યુ નગર પાલિકાના ચોપડે નોંધાયા છે. જેમાં મે 2020માં 221 લોકોના મોત થયા હતા, જ્યારે મે 2021માં સૌથી વધુ 1081 લોકોના મોત થયા હતા.

એટલે કે શહેરમાં બે વર્ષના મે મહિનાની તુલનામાં 860 મૃત્યુ વધુ થયા છે. જ્યારે મહેસાણા નગરપાલિકાની જન્મ-મરણ શાખામાં વિવિધ હોસ્પિટલોથી નવજાત બાળક, બાળકી જન્મના આવતા ડેટા પ્રમાણે વર્ષ 2020માં શહેરમાં 8025 નવજાત બાળક, બાળકીઓનો જન્મ થયો છે. વર્ષ 2021 માં 7347 બાળક અને બાળકીનો જન્મ નોંધાયો છે. જે બતાવે છે કે છેલ્લા બે વર્ષમાં મોતની સરખામણીએ જન્મદરમાં ઘટાડો નોંધાયો છે.

​​​​​​​મહેસાણા પાલિકામાં નોધાયેલાં મૃત્યુ

મહિનો20202021
જાન્યુઆરી226255
ફેબ્રુઆરી217200
માર્ચ223228
એપ્રિલ129604
મે2211081
જૂન228305
જુલાઈ292200
ઓગસ્ટ211185
સપ્ટેમ્બર239181
ઓક્ટોબર273215
નવેમ્બર289228
ડિસેમ્બર402237
કુલ29503919

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...