તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટ્યું, આજે નવા 3 કેસ સામે 16 દર્દી સ્વસ્થ થયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હજુ પણ 55 એક્ટિવ કેસ

મહેસાણા જિલ્લામાં છેલ્લા બે મહિના કાળ સમાન સાબિત થયા હતા જેમાં દિવસે ને દિવસે કોરોના કૂદકે ને ભૂસકે વધી રહ્યો હતો ત્યારે સમગ્ર જિલ્લા માં બજારો સ્વૈચ્છિક પણે બંધ કરવાની ફરજ પડી જતી જે બાદ માં જિલ્લા માં છેલ્લા વિસ દિવસ થી કોરોના કેસો માં ઘટાડો નોંધતો રહ્યો છે જેમાં આજે મહેસાણા જિલ્લા માં 3 કેસ ના નોંધાતા તંત્ર અને નાગરિકો એ પણ હાશકારો અનુભવ્યો હતો.

જિલ્લા માં આજે નવા 622 સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમજ 16 દર્દીઓએ આજરોજ કોરોના ને માત આપી પોતાના ઘટે પરત ફર્યા હતા જિલ્લા માં હજુ પણ 55 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે.

જિલ્લા માં આજ દિવસ સુધી માં 127969 સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે જેમાંથી 114718 સેમ્પલ નેગેટિવ આવ્યા છે જેમાં ગઈ કાલે લીધેલા 632 સેમ્પલ નું રિજલ્ટ આજ રોજ આવ્યું હતું જેમાં 630 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...