તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, જિલ્લામાં આજે નવા 15 કેસ સામે 60 દર્દી સ્વસ્થ થયા

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેચરાજી,જોટાણા,ખેરાલુ,સતલાસણા, ઊંઝા, વિસનગર માં એક પણ કેસ નહિ

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ માં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેને લઇને તંત્રએ રાહતનો શ્વાસ લીધા છે છેલ્લા એક અઠવાડિયાથી મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો ગ્રાફ ઘટયો છે તેમજ દર્દીઓના ગ્રાફ વધ્યો છે.

આજે બેચરાજી ગામ માં 0 કેસ, જોટાણા 0, કડી સહેર માં 2 અને ગ્રામ્ય માં 3 , ખેરાલુ માં 0, મહેસાણા સહેર માં 2 અને ગ્રામ્ય માં 5, સતલાસણા મા 0, ઊંઝા 0 , વડનગર 1 , વિજાપુર માં 2 અને વિસનગર 0 આમ જિલ્લા માં કુલ 15 પોઝીટીવ કેસ નોંધાયા છે.

મહેસાણા જિલ્લા ના શહેરી વિસ્તારોમાં આજે માત્ર 4 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે 11 પોઝિટિવ કેસ નોંધાયા છે આ મહેસાણા જિલ્લાના શહેરી વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ યથાવત્ હોય તેવું લાગી રહ્યું છે, જિલ્લા માં 782 એક્ટીવ કેસ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...