કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 83 કેસ સામે 206 દર્દી સ્વસ્થ થયા

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1473 પર પહોંચી

મહેસાણા જિલ્લામાં આજે 514 સેમ્પલ નું રિજલ્ટ આવ્યું જેમાં 473 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા અને 41 સેમ્પલ પોઝીટીવ આવ્યા તેમજ અન્ય લેબ માં 42 પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે આજે જિલ્લા માં નવા 570 સેમ્પલ લવામાં આવ્યા હતા.

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ માં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેને લઇને તંત્રએ રાહતનો શ્વાસ લીધા છે. છેલ્લા એક અઠવાડિયાથી મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો ગ્રાફ ઘટયો છે તેમજ દર્દીઓના ગ્રાફ વધ્યો છે.

આજે બેચરાજી ગામ માં 5 કેસ, જોટાણા માં 2, કડી શહેર માં 3 અને ગ્રામ્ય માં 1, ખેરાલુ માં 3, મહેસાણા સહેર માં 20 અને ગ્રામ્ય માં 9, સતલાસણા મા 0 ઊંઝા શહેર માં 2 અને ગ્રામ્ય માં 4, વડનગર શહેર માં 8 અને ગ્રામ્ય માં 8, વિજાપુર માં 0 અને ગ્રામ્ય માં 5,વિસનગર શહેર માં 6 અને ગ્રામ્ય માં 7 આમ જિલ્લા માં કુલ 83 પોઝીટીવ કેસ નોંધાયા છે

મહેસાણા જિલ્લા ના શહેરી વિસ્તારોમાં આજે માત્ર 40 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે 43 પોઝિટિવ કેસ નોંધાયા છે આ મહેસાણા જિલ્લાના શહેરી વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ યથાવત્ હોય તેવું લાગી રહ્યું છે.જિલ્લા માં 1473 એક્ટીવ કેસ રહ્યા આજે 206 દર્દી ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...