મહેસાણા જિલ્લામાં આજે કોરોનાના નવા 100થી વધુ કેસ સામે આવ્યાં છે. જિલ્લામાં આજે 110 કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. ત્યારે ખૂબ લાંબા સમય ગાળા બાદ એકાએક કોરોના પોઝિટિવનો ગ્રાફ વધતા મહેસાણા જિલ્લા માટે ચિંતાનો વિષય બન્યો છે. નવા 110 કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 200 પાર થયો છે. જિલ્લા એક્ટિવ કેસ 269 થયા છે.
મહેસાણા શહેરમાં 36 કેસ અને ગ્રામ્યમાં 22, વિસનગર શહેરમાં 1 કેસ અને ગ્રામ્યમાં 4, ઊંઝા શહેરમાં 14 કેસ જ્યારે ગ્રામ્યમાં 8 કેસ, વડનગર ગ્રામ્યમાં 1, ખેરાલુ ગ્રામ્યમાં 1, વિજાપુર શહેરમાં 1 અને ગ્રામ્યમાં 2, બેચરાજી ગ્રામ્યમાં 9, જોટાણા ગ્રામ્ય 1, કડી શહેરમાં 10 મળી કુલ નવા 110 કેસ નોંધાયા છે.
આજે નવા 3182 સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેના પરિણામ આવતીકાલે આવશે. ત્યારે આજે 12 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. શહેરી વિસ્તારમાં કુલ 62 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 48 કેસ સામે આવ્યાં છે.
ડિસેમ્બરના અંતિમ દિવસો પછી જિલ્લામાં કોરોના સંક્રમણની સ્પીડ રોકેટ ગતિએ વધી રહી છે. ત્યારે માત્ર ચાર જ દિવસમાં જિલ્લામાં 200થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી જતા આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યું છે. જાન્યુઆરી માસની શરૂઆત થતાં જ દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં સંક્રમણ વધુ ના ફેલાય એ માટે તંત્ર સજ્જ બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.