તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:કોરોના અસર : મહેસાણા એસ.ટી ડિવિઝનની સ્પેશિયલ બસ સેવા બંધ

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દિવાળીમાં નિગમને મળતી રૂ. 50 લાખની આવક અટકી, ખાનગી વાહનો બેફામ દોડ્યા

દિવાળીના તહેવારમાં વતનની વાટ પકડતા મુસાફરો માટે દર વર્ષે એસ.ટી તંત્રમાં એડવાન્સ રિઝર્વેશન, બુકિંગમાં એક્સ્ટ્રા બસો દોડતી હતી. પરંતુ ચાલુ વર્ષે કોરોના સંક્રમણમાં એસ.ટીમાં મુસાફરોનો ઘસારો ઘટ્યો હોઇ તહેવારમાં પ્રથમવાર સ્પેશ્યલ બસ સંચાલન પ્લાનિગ કે રિઝર્વેશન જ થયા નથી. મહેસાણા વિભાગ દર વર્ષે દિવાળીમાં એકસ્ટ્રા બસોમાં રૂ. 50 લાખથી વધુની આવક કરતો હતો, જે હાલ કોરોના મહામારીમાં મુસાફરોના અભાવે એકસ્ટ્રા બસોમાં આવક તળીયે આવી ગઇ છે. તહેવાર દરમિયાન જે રૂટ તરફ મુસાફરોનો વધુ ટ્રાફિક બસ સ્ટેશનમાં રહેશે એ મુજબ એકસ્ટ્રા બસ મૂકાશે તેમ એસટી વિભાગના સૂત્રોએ કહ્યું હતું.

કોરોના મહામારીને લઇને રોજ બસ સ્ટેશનેથી તમામ બસોને સેનેટાઇઝ કરીને મુસાફરો માટે સ્ટેન્ડ પર મૂકાય છે.પરંતુ હજુ ખાસ કામકાજ વગર મુસાફરોનું આવનજાવન ઓછુ રહેતુ હોઇ મોટાભાગે બસો ખાલીખમ જોવા મળી રહી છે. આવામાં દિવાળીના તહેવારમાં મુસાફર ટ્રાફિકની આશા બંધાઇ હતી, જેમાં અગાઉના વર્ષોમાં દિવાળીના દિવસોમાં પખવાડીયા સુધી સુરત, બરોડા અને મુંબઇના રીઝર્વશેન સાથે એકસ્ટ્રા બસો દોડતી હતી. જે આ વર્ષે દિવાળી તહેવારમાં મુસાફરોના કોઇ એકસ્ટ્રા બસ સંચાલન આ રૂટમાં થયુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો