તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:મહેસાણા પાલિકાના વહિવટી કર્મચારીનું કોરોનાથી મોત

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા નગરપાલિકામાં ફરજ બજાવતા નિલેશભાઈ કોઠારીની પાંચેક દિવસ અગાઉ તબિયત લથડતાં હોમીયોપેથીક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જેમને કોરોના પોઝીટીવ જણાતાં ઓક્સિજન પર રખાયા હતા. જ્યાં રવિવારે વહેલી સવારે તેમનું અવસાન થયુ હતું. નગરપાલિકાના સુત્રોએ કહ્યુ કે, મૂળ વડનગરના કહીપુરના અને મહેસાણા સ્વામિનારાયણ મંદિર નજીક સોસાયટીમાં રહેતા નિલેશભાઇ કોઠારીને શ્વાસ લેવાની તકલીફ હતી. તેમને ડાયાબીટીશ, બ્લડપ્રેશરની પણ તકલીફ હતી. આ દરમ્યાન કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. કર્મચારીના દિવાળી ટાણે જ મોત થતાં સહ કર્મીઓ અને પરિવારજનોમાં શોક છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો