તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો ખોફ, મહેસાણાના જાનીવાડામાં તમામ ઘરોનાં દરવાજા બંધ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરથી ભાઇના ઘરે આવેલા પિતા-પુત્રને હોમ ક્વોરન્ટાઇન કરાયા
  • પાલિકા અને આરોગ્ય વિભાગે દવા છંટકાવ અને સર્વે હાથ ધર્યો

મહેસાણાઃ શહેરના આઝાદચોક વિસ્તારમાં આવેલા જાનીવાડામાંથી કોરોના વાયરસ હોવાની શંકાના આધારે સિવિલમાં લઇ જવાયેલા પિતા-પુત્રને શુક્રવારે મોડી રાત્રે મેડિકલ ચકાસણી બાદ પુન: જાનીવાડામાં રહેતા તેમના ભાઇના ઘરે 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. જેને લઇ મહોલ્લાના રહીશો ઘરનાં બારણાં બંધ કરીને રહે છે.
14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન કરાયા 
જાનીવાડામાં રહેતા અશોકભાઇના ઘરે બાઇક પર આવેલા તેમના ભાઇ અને ભત્રીજાને કોરોના હોવાની શંકાને પગલે શુક્રવારે રાત્રે આખો મહોલ્લો ખાલી થઇ ગયો હતો. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પિતા, પુત્રને સિવિલમાં લઇ જઇ કરેલી આરોગ્યલક્ષી સારવારમાં તે સ્વસ્થ હોવાનું ખુલતાં મોડીરાત્રે 1.30 વાગે બંનેને પુન: જાનીવાડામાં તેમના ભાઇના ઘરે 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા અને મકાનની બહાર આરોગ્ય વિભાગે નોટિસ પણ ચીપકાવી હતી.
કોરોના વાયરસની ગંભીરતા હવે બધાને ખબર પડી 
શનિવારે આખા મહોલ્લામાં દવા છંટકાવ અને આરોગ્ય ચકાસણી હાથ ધરાઇ હતી. સ્થાનિક મહિલાએ કહ્યું કે, લોકડાઉન છતાં છોકરાં મહોલ્લાની બહાર ભેગા થતા હતા, પરંતુ આ ઘટના બાદ હવે બહાર કોઇ ઉભેલા દેખાતા નથી. કોરોના વાયરસની ગંભીરતા હવે બધાને ખબર પડી.

અન્ય સમાચારો પણ છે...