કોરોના સંક્રમણ:મહેસાણા જિલ્લામાં 8 દિવસ બાદ કોરોનાના કેસ 10થી વધીને 11 થયા

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્વાઇન ફ્લુના 4 સેમ્પલ પૈકી 2 પોઝિટિવ, 12 દર્દી સારવાર હેઠળ

મહેસાણા જિલ્લામાં ગુરૂવારે કોરોનાના 11 કેસ તેમજ સ્વાઇન ફ્લુના 2 કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના અને સ્વાઇફ્લુથી સ્વસ્થ થયેલા 4-4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. જિલ્લામાં કોરોનાના 25 અને સ્વાઇન ફ્લુના 12 દર્દીઓ સારવાર હેઠળ છે.

જિલ્લામાં ગત 14 સપ્ટેમ્બરે કોરોનાના 13 કેસ સામે આવ્યા બાદ ગુરૂવારે 11 કેસ સામે આવ્યા હતા. 8 દિવસ બાદ 10 થી વધુ કેસ સામે આવ્યા હતા. જેમાં 2 શહેરી અને 9 કેસ ગ્રામ્ય વિસ્તારના રહ્યા હતા. મહેસાણાના 5 કેસ પૈકી 2 શહેરી અને 3 કેસ ગ્રામ્યના રહ્યા હતા. આ ઉપરાંત જોટાણાના 3 તેમજ વડનગર, ખેરાલુ અને ઊંઝાના ગ્રામ્ય વિસ્તારમાંથી 1-1 કેસ સામે આવ્યો હતો. જ્યારે સ્વસ્થ થયેલા 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં એક્ટીવ કેસની સંખ્યા 25 થઇ છે. આરોગ્ય વિભાગ દ્વારા 1127 શંકાસ્પદ સેમ્પલ લેવાયા હતા.

બીજી બાજુ સ્વાઇન ફ્લુના 4 શંકાસ્પદ સેમ્પલ પૈકી 2 નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જ્યારે સ્વસ્થ થયેલા 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. આ સાથે જિલ્લામાં સ્વાઇન ફ્લુના 12 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં 104 લોકો સ્વાઇન ફ્લુની ચપેટમાં આવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...