તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાકાળમાં સૌથી મોટી રાહત:ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં કોરોના ના 0 કેસ, રિકવરી રેટ 98.67 %

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લાની સૌથી મોટી વડનગર કોવિડ હોસ્પિટલના વોર્ડ હવે ખાલીખમ - Divya Bhaskar
જિલ્લાની સૌથી મોટી વડનગર કોવિડ હોસ્પિટલના વોર્ડ હવે ખાલીખમ
  • 38 વાર એવું બન્યું કે જિલ્લામાં એકપણ કેસ ના આવ્યો હોય
  • અત્યાર સુધીમાં કોરોનાના 64,096 કેસ નોંધાયા, જેમાં 63,245 લોકો સાજા થયા સામે 702 લોકો જિંદગી હારી ગયા
  • અરવલ્લીમાં 5 દિવસથી, સાબરકાંઠામાં 4 દિવસથી, મહેસાણામાં 2 દિવસથી અને પાટણમાં આજે એકપણ કેસ નહીં

ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે સાવ ધીમું પડી ગયું હોય તેમ મંગળવારે બનાસકાંઠા સિવાયના 4 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો ન હતો. બનાસકાંઠામાં માત્ર 3 કેસ સામે આવ્યા હતા. 15 જૂનથી 29 જૂન સુધીના આંકડા ઉપર નજર કરીએ તો આ 15 દિવસમાં માત્ર 81 કેસ નોંધાયા હતા. જ્યારે રાહતની બાબત આ દિવસોમાં 38 વાર એવું બન્યું છે કે જિલ્લામાં એક પણ કેસ ના આવ્યો હોય. છેલ્લા 15 દિવસમાં સૌથી વધુ 47 કેસ બનાસકાંઠા જિલ્લામાં નોંધાયા છે.

જ્યારે મહેસાણામાં 24, પાટણમાં 6, સાબરકાંઠામાં 3 અને અરવલ્લી જિલ્લામાં માત્ર 1 કેસ સામે આવ્યો છે. જ્યારે શૂન્ય કેસ નોંધાયા હોય તે દિવસોની વાત કરીએ તો, સૌથી વધુ અરવલ્લી જિલ્લામાં 15માંથી 14 દિવસ એકપણ કેસ આવ્યો નથી. પાટણમાં 15માંથી 12 દિવસ, સાબરકાંઠામાં 15માંથી 5 દિવસ, મહેસાણામાં 15માંથી 4 દિવસ અને બનાસકાંઠામાં 15માંથી 3 દિવસ શૂન્ય કેસ નોંધાયા છે. ખાસ બાબત એ છે કે, અરવલ્લીમાં છેલ્લા 5 દિવસથી, સાબરકાંઠામાં છેલ્લા 4 દિવસથી અને મહેસાણામાં છેલ્લા 2 દિવસથી એકપણ કેસ આવ્યો નથી.

કોરોનાની બીજી લહેર મે મહિનામાં પીક ઉપર હતી ત્યારે મહેસાણા જિલ્લાની સૌથી મોટી વડનગર કોવિડ હોસ્પિટલમાં 24થી 48 કલાક સુધીનું વેઇટિંગ હતું અને 200 બેડ કોરોનાના દર્દીઓથી ભરેલા હતા. એક મહિના બાદ આજે કોરોના વોર્ડ ખાલી છે.

ઉત્તર ગુજરાતમાં 15 દિવસનું કોરોનામીટર

તારીખમહેસાણાપાટણબ.કાંઠાસા.કાંઠાઅરવલ્લી
15 જૂન11950
16 જૂન10040
17 જૂન30430
18 જૂન60750
19 જૂન34360
20 જૂન00450
21 જૂન20000
22 જૂન20210
23 જૂન10210
24 જૂન30010
25 જૂન00511
26 જૂન10200
27 જૂન10300
28 જૂન01300
29 જૂન00300
કુલ કેસ24647321

મંગળવારે બનાસકાંઠા જિ.માં 3 કેસ નોંધાયા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં એકપણ કેસ નહીં

કોરોનાની બીજી લહેર માર્ચ મધ્યમાં શરૂ થઇ અને મેના પ્રથમ સપ્તાહમાં પીક ઉપર આવી..
ઉત્તર ગુજરાતમાં પ્રથમ લહેર શાંત થયા બાદ કોરોનાની બીજી લહેરની શરૂઆત માર્ચની મધ્યમાં થઇ હતી. તે બાદ કેસમાં ક્રમિક વધારા સાથે કોરોના મેના પ્રથમ સપ્તાહમાં પીક ઉપર આવ્યો હતો અને પે પછી કેસમાં ઘટાડાનું વલણ શરૂ થયું હતું. જેમાં જૂન મહિનાથી કોરોના કાબૂમાં આવ્યો હોય તેમ કેસનું પ્રમાણ એક આંકડા સુધી આવી ગયું હતું.

ઉ.ગુ.નો રિકવરી રેટ 98.67%, જેમાં મહેસાણાનો સૌથી ઊંચો 98.94 ટકા

જિલ્લોકુલ કેસએક્ટિવસાજા થયામોતરિકવરી રેટ
મહેસાણા24,3908124,13217798.94
પાટણ11,621511,48712998.86
બનાસકાંઠા13,6041913,42316298.66
સાબરકાંઠા9,299189,12415798.11
અરવલ્લી5,182265,0797798.01
કુલ64,09614963,24570298.67

(આંકડા કોવિડ ડેશબોર્ડ મુજબ)

અન્ય સમાચારો પણ છે...